Barbados : વેસ્ટ ઇન્ડીઝમાં ફસાઈ ટીમ ઇન્ડિયા, ભારે વાવાઝોડા વચ્ચે ફસાઈ ટીમ ઇન્ડિયા  

0
111
Barbados
Barbados

Barbados :  વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ મેન્સ ટીમ પર આફત આવ્યાના સમાચાર સામે આવ્યા છે, વેસ્ટ ઇન્ડીઝના બાર્બાડોસમાં વાવાઝોડાના કારણે ટીમ ત્યાં જ ફસાઈ ગઈ છે, ટીમ ઇન્ડિયા આજે ન્યુયોર્ક માટે રવાના થવાની હતી પરંતુ તીવ્ર વાવાઝોડાના કારણે તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવતા ટીમનું શીડ્યુલ ખોરવાઈ ગયું છે,    

Barbados

Barbados : T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે. ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાની હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે.

Barbados : સ્ટેજ 4 નું વાવાઝોડું ત્રાટક્યું

Barbados : રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ વાવાઝોડાને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી હાલમાં રોકી દેવામાં આવી છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટને એક દિવસ માટે બંધ રાખવું પડી શકે છે.

Barbados

Barbados : ટીમ ઈન્ડિયા સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગે અને ભારતીય સમય મુજબ રાતે 8.30 વાગે બાર્બાડોસથી રવાના થવાની હતી. પરંતુ હવે તોફાનના કારણે મોડું થઈ શકે છે. નિર્ધારિત શિડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયા પહેલા ન્યૂયોર્ક જવાની હતી અને ત્યાંથી દુબઈ માટે કનેક્ટિગ ફલાઈટ લઈને ભારત પાછી ફરવાની હતી. એવું પણ કહેવાય છેકે જે હોટલમાં ટીમ ઈન્ડિયા ફસાયેલી છે તે સમુદ્ર તટની ખુબ નજીક છે. તે 4  કેટેગરીના તોફાનથી પ્રભાવિત થઈ શકે છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો