Bangladesh Crisis: આ સરકારની વિદેશ નીતિઓ શેખ હસીના સરકાર કરતા અલગ હશે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી શેખ હસીનાએ હંમેશા ભારતનું સમર્થન કર્યું છે.
બાંગ્લાદેશમાં અનામત મુદ્દે થયેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. બાંગ્લાદેશમાં સોમવારે બળવો થયો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી રાજધાની ઢાકા છોડી દીધી. હવે આ દેશમાં નવી સરકાર બનશે.
Bangladesh Crisis: વચગાળાની સરકાર બનશે
બાંગ્લાદેશ (Bangladesh Crises)માં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા પછી ત્યાં નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકાર સત્તા પર આવવાનો અર્થ એ છે કે, વિદેશી મુત્સદ્દીગીરીમાં પણ પરિવર્તન આવશે.
શેખ હસીના સરકારની વિદાય (Shekh Hashina)એ પણ ભારતની ચિંતા વધારી છે. એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) અને જમાત-એ-ઈસ્લામી જેવી પાર્ટીઓ સત્તામાં આવી શકે છે. આ પક્ષોનો ઝુકાવ ચીન અને પાકિસ્તાન તરફ છે.
Bangladesh Crisis ની ભારત પર સીધી અસર
શેખ હસીનાના દેશ નિકાલથી ભારત પર અનેક અસર જોવા મળશે, કેમ કે શેખ હશીનાનનો ઝુકાવ ભારત તરફ વધુ હતો, અગાઉ પણ જયારે ભારતની વસ્તુઓ બાયકોટ કરવાનો દોર ચાલ્યો હતો, ત્યારે તેઓએ આ વાતને સાફ નકારી કાઢી હતી.
શેખ હસીનાએ હંમેશા ભારતને સમર્થન આપ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ઘણું કામ થયું છે. સાથે જ બંને દેશો વચ્ચે વેપાર ક્ષેત્રે પણ સહયોગ સારો રહ્યો છે.
તિસ્તા નદી પ્રોજેક્ટ પર સીધી અસર
તિસ્તા સિંચાઈ પ્રોજેક્ટને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે તિસ્તા નદી સંરક્ષણ પ્રોજેક્ટ પર ચર્ચા થઈ છે. ચીનની પણ આ પ્રોજેક્ટ પર ખરાબ નજર છે. જો બાંગ્લાદેશ સરકારની નીતિઓમાં ફેરફાર થશે તો સ્વાભાવિક છે કે તેની આ પ્રોજેક્ટ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
બોર્ડર પર સૌથી મોટી ચિંતા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 4096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ વિશ્વની પાંચમી સૌથી મોટી જમીન સરહદ છે. બાંગ્લાદેશ દેશના પાંચ રાજ્યો સાથે તેની સરહદ વહેંચે છે. આ સમગ્ર પ્રદેશમાં મેદાનો, પાણી, ટેકરીઓ અને જંગલ વિસ્તારોનો વિશાળ વિસ્તાર છે અને તેની વસ્તી પણ ઘણી વધારે છે. પાડોશી દેશમાં અસ્થિરતાને કારણે મોટી સંખ્યામાં લોકો ભારતમાં સ્થળાંતર કરવાનું વિચારી શકે છે. દેશમાં બાંગ્લાદેશથી શરણાર્થીઓનું આગમન વધી શકે છે, જે દેશની સુરક્ષા માટે ખતરો છે.
વેપાર પર પણ વિપરીત અસર
ભારત અને બાંગ્લાદેશ મોટી વેપારી ભાગીદારી છે. ibef.org પર ઉપલબ્ધ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે કુલ વેપાર $14.22 બિલિયન હતો. નાણાકીય વર્ષ 2023માં ભારતથી બાંગ્લાદેશમાં 6,052 વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. આ નિકાસનો આંકડો $12.20 બિલિયન હતો, જે નાણાકીય વર્ષ 2022માં $16.15 બિલિયનથી ઓછો હતો.
ભારતથી બાંગ્લાદેશમાં જતી વસ્તુઓ
- કપાસનો દોરો
- પેટ્રોલિયમ ઉત્પાદનો
- અનાજ
- સુતરાઉ કપડાં
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો