Badshah’s 2nd Marriage:બાદશાહે ચોરી છૂપે કરી લીધા બીજા લગ્ન ‘નવાબઝાદે’ ફેમ ઈશા રિખી સાથે લીધા સાત ફેરા, સાસુએ ફોટો શેર કરતા પોલ ખુલી

0
186
Badshah Marries for the Second Time
Badshah Marries for the Second Time

Badshah’s 2nd Marriage: બોલિવૂડનો સુપરસ્ટાર રેપર અને સિંગર બાદશાહ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડ્યો છે. ગીત ‘ટટીરી’ને લઈને ચાલી રહેલા વિવાદોની વચ્ચે બાદશાહે પંજાબી એક્ટ્રેસ અને મોડલ ઈશા રિખી સાથે અત્યંત ખાનગી રીતે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટો વાયરલ થતા જ ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

Badshah’s 2nd Marriage: સાસુની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે મચાવી ધૂમ

Badshah Marries for the Second Time

બાદશાહ અને ઈશાએ પોતાના લગ્નને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક્ટ્રેસ ઈશા રિખીના માતા પૂનમ રિખીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ક્ષણો શેર કરતા આ ગુપ્ત લગ્ન જાહેર થઈ ગયા હતા. પૂનમ રિખીએ બંનેને આશીર્વાદ આપતા લખ્યું, “ભગવાન તમને આશીર્વાદ આપે.”

Badshah's 2nd Marriage

Badshah’s 2nd Marriage: લગ્ન અને લુકની વિગતો

  • શાહી અંદાજ: વાયરલ ફોટોમાં બાદશાહ ગોલ્ડન સાફો અને બ્રાઉન કલરના કુર્તા-પજામામાં જોવા મળી રહ્યો છે. જ્યારે ઈશા રિખીએ લાલ અને ગોલ્ડન રંગનો પરંપરાગત પંજાબી સૂટ પહેરીને સાદગીભર્યો લુક અપનાવ્યો હતો.
  • વિધિઓ: શેર કરાયેલા વીડિયોમાં બંને ફેરા ફરતા અને એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે.
  • મહેંદી-પીઠી: અન્ય તસવીરોમાં બાદશાહ જાંબલી કુર્તામાં અને ઈશા કેસરી-પીળી સાડીમાં જોવા મળે છે, જે તેમના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો હોવાનું મનાય છે.

Badshah’s 2nd Marriage: કોણ છે બાદશાહની નવી દુલ્હન ઈશા રિખી?

Badshah's 2nd Marriage
  • કરિયર: ઈશા ચંદીગઢની રહેવાસી છે. તેણે પંજાબી ફિલ્મ ‘જટ બોયઝ પુત જટ્ટન દે’ થી ડેબ્યૂ કર્યું હતું.
  • બોલિવૂડ: વરુણ ધવન સ્ટારર ફિલ્મ નવાબઝાદે’ થી તેણે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી.
  • ઓળખ: તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મોડલિંગની દુનિયાનું જાણીતું નામ છે.

બાદશાહનું ભૂતકાળ અને અંગત જીવન

બાદશાહના આ બીજા લગ્ન છે. અગાઉ 2012માં તેણે જેસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા અને 2017માં તેમને ત્યાં દીકરી જેસ્મી ગ્રેસનો જન્મ થયો હતો. જોકે, 2020માં બંને અલગ થઈ ગયા હતા. બાદશાહે તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે દીકરીના જન્મ પછી પિતા તરીકે તેમનું જીવન સાવ બદલાઈ ગયું છે અને તે પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ટીમ ઈન્ડિયા’ની કસોટી, PM મોદીએ રાજ્યસભામાં વૈશ્વિક શાંતિનો હુંકાર કર્યો