ayodhya : જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે દિવસ હવે આવી ચુક્યો છે, આગામી 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ધામધૂમ પૂર્વક અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિનું સ્થાપત્ય કરવામાં આવી શકે છે, ત્યારે અયોધ્યા મંદિર દર્શન કરવા માંગતા રામના શ્રધાલુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, સીધા અમદાવાદથી અયોધ્યા (ayodhya) ની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આગામી ૧૧ જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યાની વિમાની સેવા શરુ થશે.
રામલલ્લાની સ્થાપનાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ અયોધ્યા (ayodhya) પહોંચવા માટે પણ અનેક સેવાઓ શરુ થઇ રહી છે, ગુજરાતીઓ સીધા અયોધ્યા જઈ શકે તે માટે હવે આગામી 11 જાન્યુઆરીથી અમદાવાદ થી અયોધ્યાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે, 25 ડિસેમ્બરના રોજ અયોધ્યાના નિર્માણાધિન એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સાથે જ અમદાવાદીઓ માટે રામ મંદિરના દર્શન કરવા માટે આગામી ૧૧ જાન્યુઆરીથી અયોધ્યાથી અમદાવાદની નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
- અમદાવાદ -અયોધ્યાની ફલાઈટ શરુ થશે
- 11 જાન્યુઆરીથી ફ્લાઇટ શરૂ થશે
- રામ મંદિરની પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા એરપોર્ટ શરૂ થશે
- 6 જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટ શરૂ કરાશે
અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાનગી એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના શ્રીરામ એરપોર્ટ પર થશે.
અમદાવાદ થી અયોધ્યાનું કેટલું હશે ભાડું ? | How much will be the fare from Ahm to Ayodhya?
આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે. આ ઉપરાંત 6 જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટનું સંચાલન શરૂ થઈ જશે.
દિલ્હી અને અયોધ્યા (ayodhya) વચ્ચે પહેલી ફ્લાઇટ પણ 6 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. જયારે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ ૧૧ જાન્યુઆરીથી શરુ થશે. અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો
અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહની મનમોહક તસવીરો, આવતા મહિને થશે પ્રાણ પ્રતિષ્ઠા