Average monthly salary : દુનિયાના સૌથી વધુ માસિક પગારવાળા કયા છે દેશો ? ભારત છે આ નંબર પર !

1
271
Average monthly net salary
Average monthly net salary

Average monthly salary : મનુષ્યના જીવનની ત્રણ જરૂરિયાતો પ્રાથમિકતામાં આવે છે, રોટી, કપડા ઓર મકાન, અને આ ત્રણેય જરૂરિયાતો પૂરી કરવા માણસને જરૂર હોય છે પૈસાની, અને પૈસા કમાવવા માટે ૨ રસ્તા છે જેમાં બીઝનેસ અને નોકરી પ્રમુખ છે, ત્યારે આજે અમે તમને બતાવીશું કે દુનિયાના કયા દેશોમાં લોકોને મહત્તમ કેટલી સેલેરી મળે છે? અને આ નંબર લીસ્ટમાં ભારતનો નંબર કયો છે ? વર્લ્ડ ઓફ સ્ટેટિક્સની યાદી અનુસાર સૌથી વધુ સરેરાશ માસિક પગાર (Average monthly salary) ના મામલે ભારત કરતા ચીન, સિંગાપોરની સ્થિતિ ઘણી સારી છે. જોઈએ અમારો આ ખાસ અહેવાલ,….

gst 2459328 1280

કયા દેશમાં કેટલો મળે છે લોકોને પગાર ?

ભારતીયોમાં વિદેશમાં જઇને કમાણી કરવાનો બહુ જ ક્રેઝ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકા, બ્રિટન, દુબઇ સહિત વિવિધ દેશોમાં નોકરી માટે જાય છે અને ત્યાં સેટલ થઇ જાય છે. જો કે સૌથી વધુ પગાર આપતા ટોપ-3 દેશોની યાદીમાં અમેરિકા બ્રિટન, યુકે, દુબઇનો સમાવેશ થતો નથી.  વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં સૌથી વધુ સરેરાશ ચોખ્ખી માસિક સેલેરી (Average monthly salary) સ્વિત્ઝર્લેન્ડમાં મળે છે. સ્વિત્ઝર્લેન્ડમાં લોકોને દર મહિને સરેરાશ 6906 ડોલર પગાર મળે છે. જો ભારતીય ચલણમાં વાત કરીયે તો આ પગાર લગભગ 4,93,776 રૂપિયા જેટલો થાય છે

  આ યાદીમાં બીજા ક્રમે છે લક્ઝેમ્બર્ગ જ્યાંના લોકોને દર મહિને સરેરાશ 5015 ડોલર અને સિંગાપોરમાં 4989 ડોલર પગાર મળે છે. તો દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર ગણાતા અમેરિકામાં લોકો સરેરાશ માસિક પગાર 4245 ડોલર એટલે કે 3,43,845 રૂપિયા છે,  

rupee 4398469 1280

ભારતમાં વર્કરને સામાન્ય ધોરણે કેટલો મળે છે પગાર ?

ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ પગારના મામલે બહુ પાછળ છે. સૌથી વધુ પગાર આપતા વિશ્વના દેશોની યાદીમાં ભારત 65માં ક્રમે આવે છે  આ યાદીમાં ભારતના પ્રતિસ્પર્ધી  ચીન 44માં ક્રમે આવે છે,વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર ભારતમાં સરેરાશ માસિક પગાર 573 ડોલર છે. એટલે કે લગભગ 46,413 રૂપિયા જેટલી થાય છે, ભારતના દુશ્મન ચીનમાં લોકોને દર મહિને સરેરાશ 1069 ડોલર પગાર મળે છે.

india 3887575 640

ભારત કરતા કયા કયા દેશો છે આગળ ?

વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર ભારત કરતા સ્વીઝરલેન્ડ, સિંગાપોર, અમેરિકા, કતર, ડેન્માર્ક, યુએઈ, નેધરલેંડ,ઓસ્ટ્રેલીયા, કેનેડા, યુકે, નોર્વે, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વીડન, જાપાન, સાઉથ કોરિયા, સાઉદી એરેબીયા, ફ્રાંસ, સ્પેન, ઇટલી, સાઉથ આફ્રિકા, ચીન, ગ્રીસ, મેક્સિકો, રશિયા સહીત અનેક દેશો ભારત કરતા સેલેરી આપવાના કિસ્સામાં ભારત કરતા ખુબ આગળ છે,  તમને અહી એક વાત વધુ જણાવી દઈએ કે ભારતના કટ્ટર દુશ્મન ગણાતા અને નાદારીના આરે ઉભેલા પાકિસ્તાનની સ્થિતિ પગારના મામલે સૌથી ખરાબ છે. વર્લ્ડ સ્ટેટિક્સના આંકડા અનુસાર પાકિસ્તાન સરેરાશ માસિક 145 ડોલર પગાર સાથે વિશ્વના દેશોની યાદીમાં 104માં ક્રમે છે.

આ અહેવાલથી આપ સારી રીતે સમજી શકસો કે વિશ્વની ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા ગણાતા ભારતમાં હજુ પણ માનવધોરણ કેટલું મહત્તમ છે કેમ કે મનુષ્યના જીવન નિર્વાહ અને વ્યક્તિના વિકાસ માટે પૈસા ખુબ જ ઉપયોગી સાધન છે અને ભારતને વિશ્વગુરુ બનાવવા લોકોના હાથમાં પૈસા હશે તો વ્યક્તિ સાથે સાથે દેશનો પણ વિકાસ થશે,

Mahua Moitra : કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ્દ  

1 COMMENT

Comments are closed.