સિક્કિમમાં હિમ સ્ખલનની ઘટના

0
55

ઘટનામાં ૬ લોકોના મોત, ૧૫૦ લોકો ઘાયલ

સેના અને બીઆરઓ બચાવ કામગીરીમાં જોડાયા

સિક્કિમમાં મોટી ઘટના સર્જાઈ છે. પૂર્વ સિક્કિમમાં ત્સોમગો તળાવ પાસે હિમ પ્રપાતની ઘટના બની છે, જેમાં 150થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઉપરાંત, 6 લોકોના મોતની પણ આશંકા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં 4 પુરુષ, 1 મહિલા અને એક બાળક છે. ઇજાગ્રસ્તોને હાલમાં સારવાર અર્થે આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સેના, બીઆરઓ જવાન , સિક્કિમ પોલીસ, સિક્કિમના ટ્રાવેલ એજન્ટ એસોસિએશન, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહનોના ડ્રાઇવરો બચાવ કામગીરીમાં જોડાયેલા છે.