Kutch: ચીરઈના રીઢા બુટલેગરે કર્યો LCB ટીમ પર થાર ચઢાવવાનો પ્રયાસ  

0
114
Kutch: ચીરઈના રીઢા બુટલેગરે કર્યો LCB ટીમ પર થાર ચઢાવવાનો પ્રયાસ  
Kutch: ચીરઈના રીઢા બુટલેગરે કર્યો LCB ટીમ પર થાર ચઢાવવાનો પ્રયાસ  

Kutch: ભચાઉના જૂની મોટી ચીરઈ ગામના રીઢા બૂટલેગર યુવરાજસિંહ જાડેજા CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલને સાથે રાખીને સ્ત્રી મિત્રના કબજાની થાર જીપમાં દારૂની ખેપ મારતાં ઝડપી પડ્યા છે.

Kutch: LCB અને CID ક્રાઈમ વચ્ચે ફિલ્મી દ્રશ્યો

ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર જ્યારે LCB અને ભચાઉ પોલીસની ટૂકડીએ તેને આંતરવા પ્રયાસ કર્યો ત્યારે તેણે PSI પર જીપ ચઢાવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, PSI એ જીપના બંપર ગાર્ડ પર ફાયરીંગ કરતાં તેની ટાયર ફાટી જતાં અટકી ગયો હતો.

Kutch: ચીરઈના રીઢા બુટલેગરે કર્યો LCB ટીમ પર થાર ચઢાવવાનો પ્રયાસ   
Kutch: ચીરઈના રીઢા બુટલેગરે કર્યો LCB ટીમ પર થાર ચઢાવવાનો પ્રયાસ  

ગત રોજ બ્રાન્ચને બાતમી મળી હતી કે યુવરાજ આડેસર બાજુથી થાર જીપમાં વિદેશી શરાબ લઈને ભચાઉ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે LCB એ જીપનો પીછો શરૂ કર્યો. પોલીસ પાછળ પડી હોવાની ગંધ આવી જતાં યુવરાજે પૂરઝડપે કાર હંકારી. LCB ની ટીમે મદદ માટે ભચાઉ પોલીસને જાણ કરતા આગળથી રસ્તો બ્લોક કરી તેને આંતરી લેવા સૂચના હતી. જેના પગલે ભચાઉના PSI અને તેમની ટીમ સાથે ચોપડવાના ઓવરબ્રિજ નીચે ગોઠવાઈ ગયા હતા.

યુવરાજની થાર જીપને જોઈ PSIએ અટકવાનો ઈશારો કર્યો હતો. એટલીવારમાં પાછળથી એલસીબીની ટીમે પણ બીજી ગાડીમાં આવીને તેને આંતરવા પ્રયાસ કર્યો હતો. યુવરાજે પોલીસથી બચવા LCB ની ગાડીને ટક્કર મારીને રીવર્સમાં લઈ અન્ય એક ગાડીને ટક્કર મારીને ખાલી સાઈડથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો. આગળ રોડ પર ઊભેલાં PSI અને તેમના કોન્સ્ટેબલને જોઈ તેણે તેમની પર જીપ ચઢાવી દેવાના હેતુથી પૂરપાટ ઝડપે જીપ હંકારવાનું શરૂ કર્યું હતું, પરંતુ સતર્ક PSIએ તુરંત ગાડીના બમ્પર ગાર્ડ પર ફાયરીંગ કર્યું.

પોલીસની ટીમેં ચોતરફથી તકારને ઘેરી લીધો બાદ પણ તેઓ છતાં લાંબા સમય સુધી કારનો દરવાજો કે કાચ ખોલ્યાં નહોતા અને ગાડી ઊભી રાખીને અંદર બેસી રહ્યા હતા. અંતે પોલીસે કાચ તોડીને તેમને બહાર કાઢ્યો હતો. યુવરાજ તેમના સ્ત્રી મિત્ર સાથે બેઠા હતા. નીતા ચૌધરીને જોતાં જ પોલીસ સ્ટાફ આઘાત અને આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. કારણ કે 34 વર્ષિય નીતા ચૌધરી પૂર્વ કચ્છ (Kutch) પોલીસ દળની હેડ કોન્સ્ટેબલ છે. એક બૂટલેગર મહિલા કોન્સ્ટેબલની ગાડીમાં જ દારૂની ખેપ મારતો હતો અને મદદ માટે ખુદ મહિલા કોન્સ્ટેબલ પણ તેની સાથે હાજર હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી બે બિયર ટીન અને બકાર્ડી બ્રાન્ડના દારૂ સહિત 18 બાટલીઓ જપ્ત કરાઈ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો