Attack on US Vice President: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, બારીઓ તૂટી

0
163
Vice President
Vice President

Attack on US Vice President :અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો રાજ્યના સિનસિનાટી શહેરમાં આવેલા ઘરમાં હુમલાની ઘટના સામે આવતા અમેરિકન રાજકારણમાં ચિંતા ફેલાઈ છે. CNNના રિપોર્ટ મુજબ, અજાણ્યા શખસ દ્વારા વેન્સના ઘરની બારીઓ તોડી નાખવામાં આવી હતી. આ મામલે સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે અંદાજે 12:15 વાગ્યે વેન્સના ઘર નજીક એક વ્યક્તિને ભાગતા જોવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

Attack on US Vice President

Attack on US Vice President :ઘટના સમયે પરિવાર ઘરમાં હાજર નહોતો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમનો પરિવાર ઘરમાં હાજર નહોતો. પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કસ્ટડીમાં લેવાયેલ શંકાસ્પદ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરવામાં સફળ થયો ન હતો.

હુમલો ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિ અથવા તેમના પરિવારને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે પછી તેના પાછળ કોઈ અન્ય કારણ છે, તે અંગે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે.

Attack on US Vice President

Attack on US Vice President :વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસની પ્રતિક્રિયા બાકી

આ સમગ્ર ઘટનાને લઈને વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસ પાસેથી માહિતી માંગવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સુરક્ષા એજન્સીઓ ઘટનાને ગંભીરતાથી લઈને દરેક પાસું તપાસી રહી છે.

Attack on US Vice President :સિનસિનાટી છોડીને ગયા હતા વેન્સ

મહત્વની વાત એ છે કે જેડી વેન્સ છેલ્લા એક અઠવાડિયાથી સિનસિનાટી શહેરમાં હતા, પરંતુ રવિવારે બપોરે તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. વેન્સે આ ઘર માટે અંદાજે 14 લાખ ડોલર ખર્ચ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિશાળ મિલકત લગભગ 23 એકરમાં ફેલાયેલી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

ગરીબીમાંથી ઉપરાષ્ટ્રપતિ બનવાની સફર

જેડી વેન્સનો જન્મ 2 ઓગસ્ટ, 1984ના રોજ ઓહાયો રાજ્યમાં સ્કોટિશ-આઇરિશ પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમના માતા-પિતાએ છૂટાછેડા લીધા બાદ જેડીનું જીવન આર્થિક સંઘર્ષોથી ભરેલું રહ્યું. નાણાકીય મુશ્કેલીઓના કારણે તેમની માતા ડ્રગ્સ અને દારૂના વ્યસનમાં ફસાઈ ગઈ હતી.

જેડી વેન્સે મોટાભાગનું બાળપણ પોતાના દાદા-દાદી સાથે વિતાવ્યું હતું. આ અનુભવોને આધારે તેમણે લખેલું પુસ્તક “Hillbilly Elegy” અમેરિકામાં ખૂબ ચર્ચિત બન્યું હતું.

ભારતીય મૂળની ઉષા સાથે લગ્ન

Attack on US Vice President

યેલ લો સ્કૂલમાં કાયદાનો અભ્યાસ કરતી વખતે જેડી વેન્સની મુલાકાત ઉષા ચિલ્કુરી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને 2014માં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઉષા ભારતીય મૂળની છે અને શિક્ષિત પરિવારમાંથી આવે છે.

લગ્ન બાદ જેડીએ પોતાનું નામ જેમ્સ ડેવિડ હેમલથી બદલીને જેમ્સ ડેવિડ વેન્સ રાખ્યું. જેડી અને ઉષાને ત્રણ સંતાન છે—બે પુત્રો ઇવાન (7 વર્ષ) અને વિવેક (4 વર્ષ) તથા એક પુત્રી મીરાબેલ (3 વર્ષ).

તપાસ ચાલુ

હાલ આ હુમલાને લઈને તપાસ એજન્સીઓ તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હુમલાનો સાચો હેતુ શું હતો અને પાછળ કોણ હતું તે અંગે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો :Bagdana Assault Case :બગદાણા હુમલા કેસમાં SITની રચના, ગાંધીનગરમાં રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય