Atishi singh : વધુ એક આપ નેતા આતિશીસિંહને કોર્ટનું સમન્સ, આવતીકાલે કોર્ટમાં હાજર થવા ફરમાન

0
189
Atishi singh
Atishi singh

Atishi singh :  લોકસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે, આગામી 1 જુને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે, ત્યારે આ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટીના વધુ એક નેતાને કોર્ટ તરફથી સમન્સ મોકલવામાં આવ્યું છે, અને આગામી 29 જુને કોર્ટમાં હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યું છે.      

Atishi singh

Atishi singh : લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આતિશીને સમન્સ મોકલ્યા છે. જેમાં કોર્ટે આતિશીને 29 જૂને હાજર થવા માટે કહ્યું છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે આ સમન્સ મોકલ્યું છે.

Atishi singh

Atishi singh : બીજેપી નેતા અને નવી દિલ્હી સંસદીય સીટના બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજે કહ્યું કે દિલ્હીના મંત્રી આતિશીએ પાર્ટી પર ‘ઓપરેશન લોટસ’ જેવો ઘૃણાસ્પદ આરોપ કોઈપણ દલીલ વગર અને કોઈ પુરાવા વગર આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પ્રવીણ શંકર કપૂર વતી દિલ્હીના મંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Atishi singh : હવે આતિશીની ધરપકડ કરવાનું ષડયંત્ર : કેજરીવાલ

Atishi singh

Atishi singh : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું, મેં પહેલા જ કહ્યું હતું કે તેઓ (કેન્દ્ર સરકાર) આગામી વખતે આતિશીની ધરપકડ કરશે. તેઓ હવે આતિશીની ધરપકડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ સંપૂર્ણ સરમુખત્યારશાહી છે. તેઓ એક પછી એક તમારા તમામ નેતાઓની ખોટા કેસોમાં ધરપકડ કરી રહ્યા છે. જો મોદીજી ફરી સત્તામાં આવશે તો દરેક વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો