ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

0
187
ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ
ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર,સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર

સફળતા માટે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ

બુધવારે સાંજે થશે લેન્ડિંગ 

ચંદ્રયાન 3 ની લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વની નજર ચદ્રયાન 3 પર છે. રશિયાનું લુના 25 મૂન મિશન નિષ્ફળ ગયું છે ત્યારે ઇસરો નું ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર છે. બુધવારે સાંજે ચંદ્રયાન3 ચંદ્ર પર લેન્ડિંગ કરનાર છે. 23 ઓગસ્ટ સાંજે 6 વાગે 4 મિનિટ પર ચંદ્રયાન3 ચંદ્ર ની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ઇસરો આ માટે લાઇવ અપડેટ માટે લાઇવ પ્રસારણ કરવાનું છે. ઇસરો વેબસાઇટ અને યૂટ્યૂટ પર સીધું પ્રસારણ જોઇ શકાશે. ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે આખરી 15 મિનિટ મહત્વની છે. ઇસરો દ્વારા વર્ષ 2019 માં મોકલાયેલ ચંદ્રયાન 2 છેલ્લી 15 મિનિટ માં નિષ્ફળ ગયું હતું. જેનું ધ્યાન રાખતાં ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા આ વખતે વધુ તકેદારી રાખવામાં આવી છે. ઇસરોના વડા એસ સોમનાથે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ચંદ્રયાન 3 હાલમાં 90 ડિગ્રી ઝુકેલું છે. પરંતુ લેન્ડિંગ પહેલા એણે પૂર્વવત થવું પડશે અને આખરી 15 મિનિટ પડકારજનક છે. 

ચંદ્રયાન 3 માટે ખાસ દુઆ કરવામાં આવી

લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઑફ ઇન્ડિયામાં નમાઝ અદા કરવામાં આવી

ચંદ્રયાન3ની લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વની નજર ચદ્રયાન 3 પર છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3નું લેન્ડિંગ થશે.ત્યારે ચદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઑફ ઇન્ડિયામાં નમાઝ અદા કરવામાં  આવી હતી. અને ખાસ દુઆ કરવામાં આવી હતી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતનું નિવેદન

આ મહાન ક્ષણની રાહ જોઈ રહ્યા છીએઃહરીશ રાવત

આ ક્ષણે જવાહરલાલ નેહરુને પણ યાદ કરવા જોઈએઃહરીશ રાવત

ચંદ્રયાન-3 મિશન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું દેશની સાથે સાથે આપણે પણ આ મહાન ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા અંતરિક્ષ વૈજ્ઞાનિકોનું સ્વપ્ન સાકાર થાય અને તેનાથી માનવતાનું કલ્યાણ થાય. આ સમયે આપણે પંડિત જવાહરલાલ નેહરુને પણ યાદ કરવા જોઈએ જેમણે ઈસરોની સ્થાપના કરી અને આજની સિદ્ધિઓનો પાયો નાખ્યો

વાંચો અહીં જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી,બે ઘૂસણખોરોને કર્યા ઠાર