ARVALLI : આઝાદી બાદ પણ રસ્તાની માંગ માટે આવેદનપત્ર

0
328
ARAVLLI
ARAVLLI

ARVALLI : ગ્રામ્ય વિસ્તારનો વિકાસ શહેર સાથે જોડતા રોડ રસ્તાને લઈને વધુ વેગવંતો બનતો હોય છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ કેટલાય ગ્રામ્ય વિસ્તારને પાક્કા રોડ રસ્તાથી વંચિત રહેવું પડી રહ્યું છે,ત્યારે છેવાડાના જીલ્લા અને આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા અરવલ્લીના કેટલાય ગામોને હજુ પણ રોડ રસ્તાને લઈને અંદોલન કરવા પડી રહ્યા છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી અરવલ્લીની મુલાકાતે છે ત્યારે રોડની માંગ સાથે  વાંદીયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારનો લોકો ઉપવાસ પર બેસવાનાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

ARVALLI

અરવલ્લી (ARVALLI) જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદીયોલ,કાદવીયાથી જોડતા દાંતિયા અને વીજાપુર નેશનલ હાઈવે ૮ સુધી અંદાજીત ૩ કિલોમીટર ડામર રોડ નો જોબ નંબર ફાળવવા અરવલ્લી (ARVALLI) જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. રોડની માંગને લઈને જો તાત્કાલિક નિર્ણય ન લેવામાં આવે તો ગ્રામજનોએ  શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે નોંધનીય છે કે આવતી કાલે એટલે કે  21 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાવવાનો છે. ત્યારે વાંદીયોલ પંથકના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ  વિકાસલક્ષી પાયાની સુવિધા પ્રાપ્ત ન થતા રોડ માટે સરકાર પાસે ભીખ માગતું ગ્રામ પંચાયતના સરપંચે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો

કરોડપતિ : ઘરકામ કરતી મહિલા પણ બની શકે છે ! જાણો કેવી રીતે