Army Truck Accident:સાપુતારા ઘાટમાં સૈન્યની ગાડી પલટી, 9 જવાન ઘાયલ

0
84
Army Truck
Army Truck

Army Truck Accident:ડાંગ જિલ્લાના સાપુતારા–શામગહાન ઘાટ માર્ગ પર મંગળવારના રોજ ભારતીય સૈન્યની એક ટ્રક પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહેલી આ ટ્રક કપરા અને વળાંકદાર ઘાટ માર્ગ પર ઉતરતી વખતે ચાલકનો કાબૂ ગુમાતાં રસ્તા પર જ પલટી ગઈ હતી. અકસ્માતમાં ગાડીમાં સવાર 13 જવાનમાંથી 9 જવાનને ઈજાઓ પહોંચી છે, જેમાંથી 3 જવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Army Truck Accident:કપરા વળાંક પર થયો અકસ્માત

Army Truck Accident

પ્રાપ્ત માહિતી અનુસાર, સૈન્યનો કાફલો સાપુતારા ઘાટના સંકડી અને જોખમી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. ઉતરાણ પર આવેલા તીખા વળાંક નજીક અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તોપ લાદેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક રસ્તા પર ઉલટી પડી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

Army Truck Accident:108 એમ્બ્યુલન્સથી તાત્કાલિક સારવાર

Army Truck Accident

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, ડાંગ જિલ્લા પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ જવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા નજીકના શામગહાન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્ત જવાનોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ ત્રણ જવાનની હાલત ગંભીર હોવાથી તેમને વિશેષ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

Army Truck Accident:ઘાટ માર્ગ પર ટ્રાફિક ખોરવાયો

અકસ્માતના કારણે સાપુતારા ઘાટ માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વાહન વ્યવહાર નિયંત્રણમાં લઈ થોડા સમયમાં માર્ગ ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. સૈન્યની ગાડીમાં તોપ સહિતના સંરક્ષણ સાધનો હોવાના કારણે સુરક્ષા દ્રષ્ટિએ ઘટનાસ્થળે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તપાસ શરૂ, સૈન્ય અધિકારીઓ સચેત

ઘટનાની જાણ સૈન્યના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર સૈન્ય અને સ્થાનિક પ્રશાસન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Magh Mela Controversy: અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળો છોડીને કાશી રવાના, કહ્યું – સ્નાન કર્યા વિના પાછા ફરવું પડશે એવી કલ્પના પણ નહોતી