ArjunaAward : દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ (નેશનલ એવોર્ડ સેરેમની)નું આયોજન કર્યું હતું. આ એવોર્ડ સમારોહમાં દેશભરમાંથી ઘણા ખેલાડીઓને તેમના સારા પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. જે ખેલાડીઓ પોતાના દમ પર ટીમને નવી ઉંચાઈઓ પર લઈ ગયા છે, આવા ઘણા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે.
ArjunaAward : આજે રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારથી ભારતના ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં દેશના ટોચના ખેલાડીઓને તેમની રમતમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ વિવિધ એવોર્ડ આપી સન્માનિત કરવાની રમત મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે અજુર્ને એવોર્ડ પ્રાપ્ત થયો.
ArjunaAward : મોહમમ્દ શમીએ વર્લ્ડકપ-2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર શમી આ વખતના વર્લ્ડકપમાં ભારતના હિરો બન્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં સૌથી વધુ 50 વિકેટ ઝડપી રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટ લઈ નવો રેકોર્ડ સર્જયો હતો. વર્લ્ડકપમાં શમીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈને બીસીસીઆઈ દ્વારા અર્જુન એવોર્ડ માટે શમીનું નામ મોકલવામાં આવ્યું હતું. અર્જુન એવોર્ડ રમતગમત ક્ષેત્રમાં આપવામાં આવતા પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે. ખેલાડીઓને પુરસ્કારની સાથે નિશ્ચિત રકમ પણ આપવામાં આવે છે.
ArjunaAward : વર્લ્ડકપ-2024માં ધમાલ મચાવનાર બોલર મોહમ્મદ શમી ઉત્તરપ્રદેશનો વતની છે. તેનો જન્મ સહસપુર અલીનગરમાં થયો હતો. ગામના લોકો માટે મોહમ્મદ શમી ‘સિમ્મી ભાઈ’ છે. શમી ગામમાં બાળપણથી જ પિતા તૌસીફ અલી સાથે ક્રિકેટ રમતો હતો. ગામના લોકોનું કહેવું છે કે મોહમ્મદના પિતા જ આ ગામમાં ક્રિકેટની રમત લાવ્યા હતા. પિતા અન પુત્રને રમતા જોઈ ગામના લોકો અને બાળકો પણ તેમની સાથે જોડાયા.
શમી પોતાના મિત્રો સાથે રમે ત્યારે હંમેશા બોલિંગ કરવાનું જ પસંદ કરતો. આ ગામના બાળકો સેનામાં જવાનું પસંદ કરતા હતા ત્યારે શમીએ વિકલ્પ તરીકે ક્રિકેટને પસંદ કર્યો. ગામમાં એક મજૂબત ટીમ બનાવ્યા બાદ આસપાસના ગામો સાથે ક્રિકેટ મેચો યોજાતી. બાદમાં લોકોને વધુ રસ જાગતા ટુર્નામેન્ટનું આયોજન કર્યું. મુરાદાબાદના સોનકપુર સ્ટેડિયમમાં રમતી વખતે કોચ બદરુદીને આ ખેલાડીની વિશેષ નોંધ લેતા જિલ્લા સ્તરે રમવા ભલામણ કરી. મોહમ્મદ શમીના જીવનમાં આ બાબત ટર્નિંગ પોઈન્ટ બની રહી. કોચ બદરુદીનની પ્રેરણાથી શમી કોલકાત્તામાં બોલર તરીકે પદ્ધતિસરની તાલીમ લીધી.
ArjunaAward: જાણો કોને કોને મળ્યો એવોર્ડ
5 કોચને દ્રોણાચાર્ય અવૉર્ડ
ગણેશ પ્રભાકરણ (મલ્લખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), લલિત કુમાર (કુસ્તી), આરબી રમેશ (ચેસ) અને શિવેન્દ્ર સિંહ (હોકી)ને સર્વોચ્ચ કોચિંગ સન્માન દ્રોણાચાર્ય અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
2023 માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર: ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી (બેડમિન્ટન).
ArjunaAward : ઓજસ પ્રવીણ દેવતાલે (તીરંદાજી), અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી), મુરલી શ્રીશંકર (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર વૈશાલી (ચેસ), મોહમ્મદ શમી (ક્રિકેટ), અનુશ અગ્રવાલ ( ઘોડેસવારી), દિવ્યકૃતિ સિંઘ (અશ્વારોહણ ડ્રેસ), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), પિંકી (લૉન બોલ્સ), ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઈશા સિંઘ (શૂટિંગ), હરિન્દર પાલ સિંહ સંધુ (સ્ક્વૉશ), અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનિલ કુમાર (કુસ્તી), અંતિમ પંઘાલ (કુસ્તી), નાઓરેમ રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા તીરંદાજી), ઇલુરી અજય કુમાર રેડ્ડી (દ્રષ્ટિહીન ક્રિકેટ), પ્રાચી યાદવ (પેરા કેનોઇંગ).
ઉત્કૃષ્ટ કોચ (આજીવન કેટેગરી) માટે દ્રોણાચાર્ય પુરસ્કાર: જસકીરત સિંહ ગ્રેવાલ (ગોલ્ફ), ભાસ્કરન ઇ (કબડ્ડી), જયંત કુમાર પુશીલાલ (ટેબલ ટેનિસ).
લાઈફટાઈમ અચીવમેન્ટ માટે ધ્યાનચંદ એવોર્ડઃ મંજુષા કંવર (બેડમિન્ટન), વિનીત કુમાર શર્મા (હોકી), કવિતા સેલ્વરાજ (કબડ્ડી).
તમે આ પણ વાંચી શકો છો
Suchana Sheth : 4 વર્ષના પોતાના જ બાળકની હત્યા કરી સુટકેસમા ભરી ફરાર થઇ માં