Aravalli Bus Crashes in Jodhpur:રાજસ્થાનના જોધપુર જિલ્લામાં મંગળવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જોધપુર–જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામ નજીક મુલાનાડા રોયલ્ટી નાકા પાસે ગુજરાતના અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ ભરેલી બસ અને એક ટ્રેલર વચ્ચે સામસામે જોરદાર અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
Aravalli Bus Crashes in Jodhpur:સાંજે 4:30 વાગ્યે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે લગભગ 4:30 વાગ્યે બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની ભયાનકતા એવી હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો.
Aravalli Bus Crashes in Jodhpur:સ્થાનિકો અને પોલીસની મદદથી રેસ્ક્યૂ
અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ સાથે મળીને ગ્રામજનોએ ઘાયલોને બસમાંથી બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા શ્રદ્ધાળુઓના મૃતદેહોને મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે.
Aravalli Bus Crashes in Jodhpur:રામદેવરા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ જેસલમેર સ્થિત રામદેવરા ખાતે બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી.

બસમાં 20 મુસાફરો હતા
શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારે જણાવ્યું હતું કે બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા. જેમાંથી 4 લોકોનાં ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે 16 ઘાયલોની એમડીએમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું પણ જણાવાયું છે.
અકસ્માતના કારણોની તપાસ શરૂ
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરટેકિંગ કે ઝડપને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.




