ટામેટા સિવાય અન્ય શાક ભાજી ઓ પણ થઇ મોંધી, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! જાણો કેટલા વધ્યા ભાવ

0
259
શાકભાજી
શાકભાજી

ટામેટાએ તો ગૃહણીઓના જાણે દુશ્મન બન્યા છે, પણ તેમના સહયોગી શાક ભાજી ઓ ના ભાવ પણ ગૃહણીઓને રડાવી રહ્યા  હોય તેવો ઘાટ ઘડાયો છે,. કારણ કે ભારે વરસાદને પગલે અમદાવાદ માં શાક ભાજી ના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો તમામ શાક ભાજી ના ભાવ ડબલ થયા છે. બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદની અસરથી શાકભાજી ના પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી હાલ શાકભાજી ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા માર્કેટ સરદાર શાક ભાજી માર્કેટમાં પણ શાકભાજી ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

APMC

સરદાર પટેલ શાકભાજી માર્કેટમાં શાકભાજીના પાકની આવક  ઓછી થતા ભાવમાં ભડકો થયો છે. પહેલાં વાલોળના 80 રૂપિયા હતા જે વધીને હાલ એક કિલોના 100 રૂપિયા થયા છે. જ્યારે 80થી 100 રૂપિયામાં મળતી તુવેર હાલ 140 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા સરદાર શાક માર્કેટમાંથી થતા ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર જોવા મળી રહી છે.

પહેલા બીપરજોય વાવાઝોડાએ રાજ્યભર માં તારાજી સર્જી ત્યાર બાદ હવે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના મહામુલા પાકને નુકશાન થવા પામ્યું ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે પાદરા તાલુકાના સરદાર શાક માર્કેટમાં શાકભાજી ઓછું આવતા શાકભાજીના ભાવ વધ્યા છે. 

APMC1

ત્યારે એપીએમસી માર્કેટના વેપારી અહેમદ પટેલે જણાવ્યુ છે કે માર્કેટ સરદાર શાકભાજી માર્કેટ કે જ્યાંથી અલગ અલગ રાજ્યો સહિત વિદેશમાં પણ શાકભાજી ટ્રાન્સપોર્ટ થતું હોય છે ત્યારે  આમદાવાદના આ શાક માર્કેટમાં શાકભાજીનો ભાવ વધ્યો છે જેમ કે શાકભાજી માં વાલોડ -100 રૂપિયે વેચાઈ રહી છે જેનો ભાવ અગાઉ 80 રૂપિયે કિલો હતો તુવેર અગાઉ 80 થી 100 માં મળતી હતી અત્યારે 140 રૂપિયે કિલો વેચાઈ રહી છે સાથે અલગ અલગ શાકભાજી માં ડબલ ભાવ જોવા મળી રહ્યો છે.