અભિનેત્રી ફિલ્મો કરતા અન્ય વિવાદો થી ચર્ચીત
TAX નો મામલો બન્યો અતિ ગંભીર
બોલીવુડ ની મશહુર અભિનેત્રી આજકાલ તેની ફિલ્મો કરતા પણ વધુ અન્ય વિવાદો ને લઇ ને ચર્ચા માં આવી છે.આ પ્રખ્યાત અભિનેત્રી પોતાના અવનવા રોલ માટે તો જાણીતી છે જ પણ આજકાલ તે અન્ય વિવાદો માં પણ ફસાયેલી રહે છે.સુત્રો ના જણાવ્યા મુજબ અનુષ્કા શર્મા નું નામ ૨૦૧૨-૨૦૧૩ અને ૨૦૧૩-૨૦૧૪ ની વચ્ચે એક મામલે ચર્ચા માં આવી છે.અનુષ્કા એ સેલ ટેક્ષ નોટીસ વિરુદ્ધ બોમ્બે અધિનિયમ હેઠળ ચાર અરજીઓ પણ દાખલ કરી હતી તેમ છતાં તેને તેમાં કોઈ જ રાહત મળી નહોતી .
બોમ્બે હાઇકોર્ટે અભિનેત્રી ને રાહત આપવાનો કર્યો ઇનકાર
સુત્રો ના જણાવ્યા મુજબ હાઇકોર્ટ દ્વારા અનુષ્કાએ કરેલી અરજી ને ફગાવી દેવા માં આવી છે. કોર્ટે સ્ટેટના સેલ ટેક્ષ ડીપાર્ટમેન્ટ તરફ થી મહારાષ્ટ્ર સ્ટેટ એડેડ ટેક્ષ અધિનિયમ હેઠળ ૨૦૧૨-૨૦૧૬ દ્વારા કરવા માં આવેલા આદેશ ને ફગાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ૨૦૧૨-૧૩ માં અનુષ્કાની ૧૨.૩ કરોડ રૂપિયા ની કમાણી પર ૧.૨ કરોડ નો ટેક્ષ લગાવ્યો છે આ કમાણી અભિનેત્રી એ એવોર્ડ ફંક્સન અને જાહેરાતો થી કમાયા છે એવું પણ રિપોર્ટ માં જાણવા માં આવ્યું છે.આમ અભિનેત્રી ની મુશ્કેલીઓ માં પણ વધારો થયો છે.