આજે વાત કરવાની છે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની,, તેમની રાજનીતિક સફરની તેમના રાજનીતિક સંઘર્ષની,,અને ભાજપમાં બનતા આધુનિક ચાણક્યની,, દેશના ડઝનથી વધુ રાજ્યોમાં ભાજપની સત્તા સ્થાપિત કરવી, કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવાનો શ્રેય અમિત શાહને જાય છે, ભાજપમા કહેવાય છે કે જ્યારે લોકો વિચારવાનું બંધ કરે છે, ત્યારે તેઓ વિચારવાનું શરુ કરે છે, સત્તા અને સંગઠનમાં માહિર અમિત શાહ જ્યારે પોતાની ચાલ ચાલે છે, ત્યારે વિરોધી હથિયાર હેઠા મુકી છે,, ચર્ચા તેમની એટલી કરવાની છે કે 22 ઓક્ટબરે તેમનો જન્મ દિવસ છે, અમિતશાહ જ અમિત શાહ કેમ છે તે વાત તેમના બાળ પણ થી જ જાણી શકાશે, જે આજ સુધી તમે નહીં જાણી હોય. માણસા જેવા નાના શહેરમાં ઉછેર બાદ ગુજરાતની રાજનીતિથી અમિત શાહ કેવી રીતે પહોંચ્યા દિલ્હી સુધી તે કહાણી પણ રસપ્રદ છે.જોઇએ આ અહેવાલ
અમિત શાહનો બાળપણના રસપ્રદ કિસ્સાઓ
માણસાના અનિલ ચંદ્ર શાહના પરિવારમાં અમિત શાહનો જન્મ થયો હતો અનિલ ચંદ્ર શાહને ત્યાં ચાર દીકરીઓ બાદ પૂનમની તિથિ એ દીકરાનો જન્મ થતા દીકરાનું હુલામણું નામ પૂનમ રાખવામાં આવ્યું હતું..ગુજરાતના પાટનગર ગાંધીનગર થી માત્ર 20 કિલોમીટર અંતરે આવેલા માણસા નગરના શાહ પરિવારમાં 22 ઓક્ટોબર 1964 ના રોજ અમિત શાહ નો જન્મ થયો હતો.અંગ્રેજો ના શાસન દરમ્યાન માણસ સ્ટેટ ના નગર શેઠ તરીકે અમિત શાહ ના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ એ કામ કરતા હતા.ગુલાબચંદ ની વહીવટી કુશળતા ના કારણે તે રાજવી પરિવારના નિકટતમ સભ્યો માના એક સભ્ય હતા..અમિત શાહના પરિવારને નજીકથી જાણતા બાબુભાઈ બ્રહ્મભટ્ટ કહે છે કે શાહનો પરિવાર રાજવી પરિવારની નીકટ હતો..જેનું કારણ હતું તેમની વહિવટી કુશળતા..
Birthday wishes to Shri @AmitShah Ji. He is passionate about India’s progress and ensuring a better quality of life for the poor. He has made a mark as an outstanding administrator, making notable contributions to enhancing India’s security apparatus and further developing the…
— Narendra Modi (@narendramodi) October 22, 2023
ગુલાબચંદ શાહ ના દીકરા અનિલ ભાઈ શાહ એ શેર બજાર ના વ્યવસાય કરતા હતા.શેરબજાર ના આ વ્યવસાયને વ્યાપ આપવા અનિલભાઈ એ મુંબઈ ખાતે રહેવા જતા રહ્યા,ચાર દીકરીઓ બાદ પરિવારમાં કુળ દીપકના જન્મ બાદ અનિલ ભાઈ એ માણસા ખાતે ફરી આવ્યા,માણસા નગરની હવેલી માં શાહ પરિવાર એ રહેવા લાગ્યો અને અહીં જ અમિત શાહે બાલમંદિર થી ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો…
તેમનાંમાં પહેલીથી જ રાજનીતિના લક્ષણો હતા. વિઠલ દાસ ગુલાબચંદ નાગરદાસ બાલમંદિરમાં ધોરણ 4 નો અભ્યાસ પૂર્ણ કરી અમિત શાહ એ ધોરણ 5 ના અભ્યાસ માટે માણસા નગરની જ આરડીએલડી શાળામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. પોતાના જીવની પહેલી ચૂંટણી આરડીએલડી સ્કૂલમાં ધોરણ 8 માં લડ્યા હતા.અને એ હતી મોનિટરની ચૂંટણી. જીવનની પ્રથમ ચૂંટણીમાં અમિત ભાઈ એ 50 વિધાર્થીના ક્લાસ માંથી 35 વિધાર્થીઓનાં મત મેળવા માટે સફળ થયા હતાં અને ક્લાસનાં મોનિટર બની ગયા હતાં. એટલે કે ચૂંટણીમાં કઇ રીતે જીતાય તેની કોઠા સુઝ તેમની ગળથુથીમાં હતુ,, જેથી સંગઠનની ક્ષમતા તેમનામા પહેલાથી જ હતી,
અમિત શાહનું રાજકીય પ્રવેશ- રામ જન્મભુમિ આંદોલન અને ભાજપ
અમિત શાહનું બાળપણ તો માણસામાં વિત્યું પણ જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમની રાજનીતિ તરફ ઝુકાવ વધતું ગયુ,, સેવાકિય કામગીરીથી પ્રભાવિત થઇ તેઓ આર એસ એસમા જોડાયા,, તેના પછી તેમનું સામાજીક સાથે રાજકીય ઘડતરની શુરઆત થઇ,
અમિત શાહને બાળપણથી જ તેમને ક્રિકેટ રમવાનો ખુબ શોખ હતો. માણસા ખાતે પોતાની હવેલીના આંગણામાં મિત્રો સાથે ક્રિકેટ અને લખોટીની રમત રમતા હતા. અમિત શાહ જયારે ધોરણ 8માં માણસાનીઆરડીએલડી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ત્યારે સ્કૂલના તમામ વિધાર્થીઓની સાયકલમાંથી હવા નીકાળી દેતા જેથી તેમને શિક્ષક દ્વારા ખુબ માર મારવામાં આવ્યો હતો. ધોરણ 9થી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયા પરંતુ બાળપણ થી જ માણસના પુસ્તકાલયમાં મહાપુરુષોના જીવન ચરિત્રના વાંચન મન હોવાથી અમદાવાદમાં 1980ના વર્ષેથી 16 વર્ષેની ઉંમરે રાષ્ટીય સવયં સેવક સંઘની શાખા સાથે જોડાયા હતા. જયારે 1982માં અખિલ ભારતીય વિદ્યા પરિષદ સાથે જોડાયા.
https://x.com/amitmalviya/status/1715950101984600381?s=20
https://x.com/amitmalviya/status/1715950101984600381?s=20
ભાજપની વિધાર્થી શાખામાં સામેલ થયા બાદ માત્ર 5 વર્ષના સમયગાળામાં અમિત શાહ 1987માં ભાજપના યુવા મોરચામાં સામેલ થયા હતા. જયારે માત્ર 2 જ વર્ષેમાં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક મેળવી હતી. આ જ સમયગાળા દરમ્યાન અમિત શાહે માણસા ખાતે એક પીવીસી પાઇપની કંપની પણ ચાલુ કરી હતી.. તેઓ ગુજરાતમાં સિંચાઇ માટે પાઇપ બનાવનાર પ્રથમ ઉદ્યમી હતા. ત્યારબાદ અમિત શાહ શેર બ્રોકર બન્યા હતા. આ દરમિયાન તેમણે સોનલ શાહ સાથે લગ્ન કર્યા અને 22 સપ્ટેમ્બર 1988ના રોજ તેમના ઘરે જયશાહ નામના પુત્રનો જન્મ થયો. જય શાહે 2015માં ઋષિતા પટેલ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં પુત્રીના પિતા બન્યા હતા. આમ શાહ હાલ દાદા બની ચૂક્યા છે..
પણ વાત તેમના સંઘર્ષની છે, તો 1987માં ભાજપના યુવા મોરચામાં જોડાયા બાદ અમિત શાહ ગુજરાતના અનેક વિસતારોમાં ભાજપના સંગઠનને વિસ્તારવા માટે કામ કરતા હતા. તેમણે સાબરકાંઠામાં 20 વર્ષના ભાડાપટે જમીન લઈ ટપક સિંચાઈ પદ્ધતિ માટેની સિસ્ટમનું ઉત્પાદન અને તેનો વ્યવસાય પણ શરૂ કરવામાં આવ્યો હતો.
અમિત શાહ દેશમાં ચાલેલા રામ જન્મભૂમિ આંદોલન અને એકતાયાત્રા દરમ્યાન જયારે લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડવા આવ્યા ત્યારે તેમની તમામ જવાબદારી અમિત શાહે ઉઠાવી લીધી હતી. તેઓએ બુથ સ્તરથી પોતાની કામગીર શરુ કરી,,અને ભાજપના પોસ્ટર્સ લગાવતા હતા, એટલે કે પાર્ટી માટે પાયાનું કામ કરતા તે દરમ્યાન 1995માં અમિત શાહ ગુજરાત નાણાપંચના પણ અધ્યક્ષ બન્યા હતા. તેઓ રાજકીય જીવન સાથે સાથે ખુબ ધાર્મિક આસ્થા પણ ધરાવતા હતા. માણસાના બહુચર માતા મંદિર પર શાહ પરિવારને ખુબ આસ્થા છે. રાજકીય કોઠાસુજના પરિણામે અમિત શાહની રાજકીય કારકિર્દીએ ગતિ પકડી હતી. વર્ષે 1997 ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચીની સાથે સાથે સરખેજ વિધાનસભાના ધારાસભ્ય પણ બન્યા હતા.
1998 અમિત શાહ સરખેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ફરીથી ચૂંટાયા. 2000 અમિત શાહ અમદાવાદ જીલ્લા સહકારી બેંકના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. પણ ટર્નિંગ પોંઇટ 2002થી આવ્યો,તેઓ ભાજપની સીટી ઉપર ફરીથી સરખેજથી ચૂંટણી લડ્યા અને જીત્યા,,તેમના પછી તેમને ગૃહવિભાગ જેવો મહત્વનો પોર્ટ ફોલિયો અપાયો હતો, સાથે ગુજરાતની રાજનીતિમાં 2001માં નરેન્દ્રમોદી સીએમ તરીકે આવ્યા હતા, અમિત ભાઇની સંગઠન અને સરકાર વચ્ચે સારી રીતે તાલમેલ જોઇ પ્રભાવિત થયા હતા, 2002માં થયેલા ગુજરાતના રમખાણોમાં તેમની કામગીરી પણ અનુરુપ રહી હતી, તેઓ નરેન્દ્રમોદીના પસંદગીના મંત્રી બન્યા હતા, પણ જ્યારે તેઓ 2007મા પણ સરખેજથી ચૂંટણી લડ્યા અને જીત્યા,,2012માં તેઓ નારાણપુરાથી ચૂંટણી લડ્યા અને જીત્યા,,
તત્કાલિન સીએમ નરેન્દ્રમોદીને પીએમ બનાવવા માટે 2012ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ માહોલ બનાવવાનુ અભિયાન ભાજપમા શરુ થઇ ગયો હતો, અને 2013માં અમિત શાહને ભાજપના રાષ્ટ્રિય મહા સચીવ બનાવવામાં આવ્યા, તેઓએ દેશમાં રાષ્ટ્રવાદ, હિન્દુત્વ અને કોંગ્રેસની નિષ્ફળતા લોકો સુધી પહોચાડવા માટે રણનીતિ બનાવી,, ઉત્તર પ્રદેશ બિહાર,જેવા રાજ્યોમાં ભાજપને લઇને માહોલ બનાવ્યો, અને નરેન્દ્રમોદી માટે વડા પ્રધાન બનવા માટે રસ્તો સાફ કર્યો,એક વખત નહી પણ બેબે વખત એટલે જ તેમને ચાણક્ય તરીકે વિરુદુ પણ આપવામા આવ્યો, 2014 તેઓ રાજ્યસભામાંથી સાંસદ બન્યા અને પછી તેઓ 2019માં ગાંધીનગર લોકસભામાંથી ચૂંટણી લડ્યા અને વિજયી થયા,
અમિત શાહ પર આવેલો રાજકીય સંકટ, વિવાદ, જેલ અને રાજકીય પ્રવાસ
એવુ નથી કે અમિત શાહ માટે બધુ સરળ રહ્યું, તેમના જાહેર જીવન સાથે અનેક પ્રકારના વિવાદો પણ તેમની સાથે જોડાયેલા જોવા મળે છે, 2002થી 2010 સુધી રાજ્યમાં થયેલી વિવિધ આતંકવાદી ઘટનાઓ કહો કે કથિત એન્કાઉન્ટર કહો પછી કેટલાક લોકોની રાજકીય હત્યા, તેમા તેમની ભુમિકા રહી હોવાનો આરોપ લાગ્યો હતો, તેઓ જેલ પણ ગયા,,અને તડીપાર પણ થયા, છતાં તમામ આરોપોથી તેઓ બહાર નિકળ્યા,
ગુજરાતમાં 2002માં ગોધરામાં સાબરમતિ ટ્રેન કેટલાક અસામાજીક તત્વોએ સળગાવી, જેમાં કાર સેવકોના જીવ ગયા હતા ,,તેના પછી ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યા હતા, તેને લઇને ભારતીય ઇન્ટેલિજન્સને વારં વાર માહિતી મળતી હતી કે ગુજરાતના સીએમ નરેન્દ્રમોદી આતંકવાદીઓના નિશાના ઉપર છે, જેના કારણે સૌરાબુદ્દીન, તેમની પત્ની કૌશરબી, તુલસી પ્રજાપતિ ઇશરત જહા,, જેવા અનેક કથિત આતંકવાદીઓનું ગુજરાત પોલીસે કથિત એન્કાઉન્ટર કર્યુ,, ત્યારે આરોપ લાગ્યો કે આ તમામ એન્કાઉન્ટર ફર્જી છે,અને ગૃહમંત્રી અમિત શાહના ઇશારે આમની હત્યા કરાવીને રાજ્યમાં રાજનીતિ થઇ છે,
જ્યાં સુધી કેન્દ્રમાં એનડીએની સરકાર હતી ત્યાં સુધી કોઇ વાંધો ન આવ્યો, કેન્દ્રમાં 2004માં યુપીએની સરકાર આવી,, અને તેના પછી ગુજરાતના થયેલા વિવિધ એન્કાઉન્ટરના કેસો સીબીઆઇને સોપાવામાં આવી, અને પછી સીબીઆઇએ વિવિધ આઇપીએસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓને કથિત એન્કાઉન્ટર કેસોમાં અરેસ્ટ કર્યા, સ્થિતિ એવી આવી કે અમિત શાહના વિરુદ્ધ પણ અરેસ્ટ વોરંટ જારી થયું અને તેમની પણ ધરપકડ થઇ, છતાં અમિત શાહે પોતાની રાજકીય કારકીર્દીને ચાલુ રાખી ,, એક સમય તો એવો આવ્યો કે તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તેને લઇને તેમને ગુજરાતમાં થી તડીપાર પણ કરવામાં આવ્યા,, છતાં તેમની સાંગઠનિક આવડતના કારણે તેઓ રાજકીય રીતે ટકી રહ્યા,,તેઓ દિલ્હીમાં રહીને પોતાની કેસો સાથે પોતાની રાજનીતિ પણ મજબુત કરતા રહ્યા
એક તરફ તેઓ રાષ્ટ્રિય રાજનીતિમાં સક્રીય થતા ગયા અને પોતાની રણનીતિથી ભાજપને કેન્દ્રમાં સત્તા અપાવી, 2014 પછી કેન્દ્રમાં નરેન્દ્રમોદી સત્તામાં આવ્યા અને પ્રધાનમંત્રી બન્યા, તેના પછી તો સ્થિતિ તેમના અનુકુળ થઇ,, સુપ્રિમ કોર્ટ થી માંડી મુંબઇ હાઇકોર્ટ સુધીમાં તેમના ઉપર લાગેલા આરોપોમાં યોગ્ય પુરાવા આપવામાં સીબીઆઇ સક્ષમ સાબિત ન થઇ, તે પછી સૌરાબુદ્દીન એન્કાઉન્ટર હોય કે ઇશરજ જ્હા,તમામમાં તેમને ક્લીન ચીટ મળતી ગઇ, અને તેઓ આ તમામ કેસોમાંથી બહાર નિકળતા ગયા, અત્યારે તેમના ઉપર કોઇ કેસ નથી, છતાં આરોપો એવા પણ છે કે અમિત શાહને કેન્દ્રમાં પીએમમોદીની સરકાર હોવાનો લાભ મળ્યો છે,
કેન્દ્રીય મંત્રી તરીકે તેમની કામગિરી- ભાજપને કેન્દ્રમાં સત્તા સુનિશ્ચિત કરવી,અને ચાણક્ય બનવા સુધીની સફર
અમિત શાહ માટે કહેવાય છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્રમોદીના પડછાયા છે, સંગઠન માટે જો પીએમ મોદી ચહેરો છે,,તો સમગ્ર દેશમાં સરકાર અને સંગઠન ને ચલાવવા માટેનો દિમાગ અને હૃદય અમિત શાહ છે, જોઇએ કઇ રીતે રામ મંદિર બનાવવાથી લઇને ધારા 370 હટાવવા,, ટ્રિપલ તલાકથી લઇને દેશમાં ભાજપનો ગ્રાફ ઉચો લઇ જવામાં અમિત શાહ પારંગત સાબિત થયા છે,
ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરાકરમાં અમિતશાહ નરેન્દ્ર મોદી ના આંખ, કાન અને નાક છે, તેઓ કુશળ એક રણનીતિકાર છે અને તેમનામાં જોરદાર સાંગઠનિક ક્ષમતા પણ છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપ ના નાયક હતા. વર્તમાન રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકબીજાના પૂરક છે. અમિત શાહ પોતાને નરેન્દ્ર મોદીના અંગત સિપાહી માને છે. અમિત શાહ ભાજપના સૌથી સફળ અધ્યક્ષ પણ રહ્યા છે. 1989થી 2017 વચ્ચે શાહે રાજ્યસભા, ગુજરાત વિધાનસભા અને જુદી જુદી નાનીમોટી ૪2 ચૂંટણીઓ લડી છે, પરંતુ એક પણ ચૂંટણીમાં પરાજીત થયા નથી
હવે પોતાની એજ સાગંઠનિક કુશળતાને અમિત શાહે ભાજપને રાષ્ટ્રિય સ્તરે પહોચાડવામાં લગાડી, 2014માં જ્યારે તેઓ રાજ્યસભામાં થી સાંસદ થયા ત્યારે જ તેઓ સાંસદીય રાજનીતિમાં પગલા મુક્યો, મહત્વની વાત એ છે કે સરકાર બનતાન સાથે દેશભરમાં સંગઠનને મજબુત કરવામાં અમિત શાહે ખાસ રણનીતિ બનાવી, પેજ પ્રમુખથી માંડી વોર્ડ પ્રમુખ, વન બુથ ટેન યુથ સહિત યોજનાઓ બનાવી, ઘરે ઘરે ભાજપનો કાર્યકર્તા હોય તેના માટે મિસકોલ અભિયાન ચલાવ્યું, એક સમયે દેશમાં દસ કરોડથી વધુ સભ્યો બનાવીને ભાજપને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય અમિત શાહને જાય છે, લાભાર્થી યોજનાઓ થકી મતદારોને ભાજપ તરફી લાવવાની યોજના પણ અમિત શાહની જ હતી,
2014થી 2019 સુધીની સરકારમાં ભાજપને કાશ્મીરમાં સરકાર બનાવવાની સાથે નોર્થ ઇસ્ટના રાજ્યો ઉપર ભાજપને સફળ બનાવવામાં સફળતા મળી, તો ટ્રીપલ તલાક રદ્દ કરવા જેવો કાયદો બનાવવામાં અમિત શાહ ફાળો મહત્વપુર્ણ રહ્યો, તો તેની સાથે 2019માં તમામ વિપક્ષોને પછળાટ આપી ભાજપને 303 લોકસભા સીટો અપાવવામાં અમિત શાહની રણનીતિ કામ કરી ગઇ હતી, હવે આ સમયગાળામાં રામ મંદિર નિર્માણ માટે કાયદાકીય રીતે અડચડોને દુર કરાયા, તો સાથે સાથે ધારા 370 જેવી કલમો દુર કરાયા છે, કારણ કે ભાજપના ચૂંટણી એજન્ડામાં બે કામો સૌથી મહત્વપુર્ણ હતા, તે પછી દેશમાં સીએએઅને એનઆરસી જેવા કાયદા પણ લવયા,,છતાં તે તેટલા સફળ થયા નહી, તો સાથે હવે કોમન સિવિલ કોડને લઇને પણ ચર્ચા ચાલી છતાં દેશના અનેક વિસ્તારોમાં વિરોધ થવાના કારણે તેને પણ છોડી દેવામાં આવ્યો છે,
દેશમાં આસામ, મેઘાલય ,મણિપુર,મિજોરમ,અરુણાચલ પ્રદેશ ત્રિપુરા જેવા રાજ્યોમાં ભાજપ અથવા ભાજપ સમર્થિત સરકારો બનાવવા માટેનો શ્રેય અમિત શાહને જાય છે, કર્ણાટક, ગોવા, હરિયાણા,મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં તોડફોડ કરીને સરકાર બનાવવાનો આરોપ લાગે છે,, સાથે સાથે સીબીઆઇ, ઇડી અને આઇટી જેવ સેન્ટ્રલ એજન્સીઓનું પણ દુરુપયોગ કરવાનો આરોપ લાગે છે, છતાં આ તમામથી દુર હાલ ફરીથી 2024માં કેન્દ્રમાં કેવી રીતે ભાજપની સરકાર લાવવામા આવે તેના માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે,
અમિત શાહ સામે પાંચ રાજ્યોની ચૂંટણી અને લોકસભા ચૂંટણી જેવા પકડકારો
અમિત શાહ આમ તો ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, છતાં તેઓ પશ્ચિમ બંગાળ,હિમાચલ પ્રદેશ,દિલ્હી અને કર્ણાટક જેવા રાજ્યામાં સફળ થયા નહી, તો સાથે પજાબમાં અકાળી દળ,મહારાષ્ટ્રમાં શિવસેના બિહારમાં નીતિશ કુમાર અને તમિલનાડુમાં એઆઇડીએમએકને તેઓ સાથે રાખી શક્યા નહી, તે સિવાય 2023માં પાંચ રાજ્યોની ચૂંટણીમાં જીત અને આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ફરીથી સત્તામાં અપાવવું તેમના માટે પડકાર છે,
અમિત શાહ આમ તો સંગઠન અને સરકાર ચલાવવામાં ચાણક્ય માનવામાં આવે છે, પણ તેમની જેટલા સફળ થયા છે, તેટલી જ તેમની નિષ્ફળતાઓ પણ દેખાયા છે, કારણ કે જે રીતે તેઓએ ઉત્તર પ્રદેશ બિહાર, છત્તીસગઢ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળા,હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં લોકસભાની મહત્તમ સીટો 2019 લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા, સાથે સંગઠનને એટલું મજબુત બનાવ્યુ કે ભાજપને એનડીએના સાથી દળોની જરુર ન પડી,, પણ આ જ અરસામાં કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સયુક્ત સરકારને તોડવું, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બબાલ કરીને સરકારને તોડવી, બિહારમાં નીતિશ કુમાર સાથે વિવાદ થતા અલગ થવું પંજાબમાં અકાળી દળ પણ અલગ થયા, સ્થિતિ એવી આવી કે હિમાચલ પ્રદેશ, કર્ણાટકમાં તો ભાજપ ચૂંટણી હારી પણ સાથે સાથે દિલ્હીના સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં પણ ભાજપ સફળ થઇ ન હતી, તે સિવાય વિવિધ પેટા ચૂંટણીઓમાં પણ ભાજપની હાર થઇ છે
અમિત શાહ જે રીતે રણનીતિ બનાવે છે તેમાં વિરોધીની ચાલ પણ તેઓ માપી લે છે, પણ આ વખતે જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું તેને લઇને ભાજપ પણ બેકફુટ ઉપર છે, છતાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તેલંગાણા અને મિજોરમમાં ભાજપને જીતાડવાનો પડકાર અમિત શાહ સામે છે, સાથે 2024ના લોકસભા ચૂંટણીમા પણ કઇ રીતે જીત મળે તેને લઇને રણનીતિ બનાવવા માટે સમગ્ર દેશનો પ્રવાસ અમિત શાહ કરી રહ્યા છે,,પણ હજુ પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં જોઇએ તેટલી સફળતા અમિત શાહને મળી નથી, એ પણ એક હકીકત છે
અમિત શાહ આમ તો ચુનાવી રણનીતિ માટે માસ્ટર માઇન્ડ માનવા આવે છે, ખાસ કરીને સંગઠનની દૃષ્ટિએ જે રીતે તેઓએ ભાજપને મજબુત કરીને તે ક્યારેય કોઇ અધ્યક્ષ કે નેતાએ નથી કરી,, નરેન્દ્રમોદી પીએમ તરીકે સૌથી મજબુત દેખાય છે, તો તેની પાછળ પણ અમિત શાહની સફળ રણનીતિ છે, મોદી સરકાર સામેના અનેક પડકારો વચ્ચે હવે પાંચ રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીના ભાજપના પક્ષમાં અમિત શાહ કેવી રીતે કરે છે,,તે જોવું રહ્યું,