Anita Guha: ‘બંગાળની બ્યુટી’ જેની ફિલ્મે ‘શોલે’ જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

0
306
Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન
Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

Anita Guha: એક સમય હતો જ્યારે બોલિવૂડમાં પૌરાણિક ફિલ્મો ખૂબ જ લોકપ્રિય હતી. લોકોને પણ આ ફિલ્મો ઘણી પસંદ આવી હતી. આમાંથી એક ફિલ્મ વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ હતી. આ ફિલ્મે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા. ‘જય સંતોષી મા’ એ માત્ર ટિકિટ બારી પર જ જબરદસ્ત કમાણી કરી નથી પરંતુ ઘણા કલાકારોની કિસ્મત પણ બદલી નાખી છે. આ ફિલ્મમાં દેવીનું પાત્ર ભજવનાર બંગાળની બ્યુટી અનિતા ગુહાને આ ફિલ્મ પછી સૌથી વધુ લોકપ્રિયતા મળી. અનિતા ગુહાની પુણ્યતિથિ નિમિતે ડૉ. વિજયભાઈ દવેનો ખાસનો અહેવાલ…

Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન
Anita Guha: ‘બંગાળની બ્યુટી’ જેની ફિલ્મે ‘શોલે’ જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

મલ્ટી સ્ટારર ફિલ્મ ‘શોલે’ને આપી ટક્કર

વર્ષ 1975 એ એવું વર્ષ સાબિત થયું જે ભારતીય ફિલ્મ ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે, આ વર્ષમાં એક સાથે બે બ્લોક બસ્ટર ફિલ્મો રજૂ થઈ હતી. ઈન્દિરા ગાંધી 25 જૂને ઈમરજન્સી લાદવાના હતા. ત્યાં સુધી સિનેમા જેવા અભિવ્યક્તિના માધ્યમો પર કોઈ સરકારી પ્રતિબંધ ન હતો. બસ, એ દિવસે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં એક ફિલ્મ રિલીઝ થઈ. જેમાં કોઈ મોટા સ્ટાર સામેલ નહોતા. ઘણા લોકોએ નિર્માતાનું નામ પણ સાંભળ્યા ન હતું.

1975માં શોલે’ અને ‘જય સંતોષી મા’ એ જ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ‘શોલે’માં સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની અને જયા બચ્ચન જેવા મોટા કલાકારો હતા, ત્યારે ‘જય સંતોષી મા’ના કલાકારોને કોઈ ઓળખતું નહોતું. શરૂઆતના થોડા અઠવાડિયા સુધી આ ફિલ્મ સિનેમાઘરોમાં રહી અને કોઈને કંઈ ખબર ન પડી, પરંતુ પછી લોકોમાં તેની ચર્ચા થવા લાગી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મને જોવા માટે લોકો દૂર-દૂરથી આવવા લાગ્યા. ‘શોલે’ જેવી ફિલ્મ સામે ‘જય સંતોષી મા’ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ.

Anita Guha: અભિનેત્રી અનિતા ગુહાની પુણ્યતિથિ

Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન
Anita Guha: ‘બંગાળની બ્યુટી’ જેની ફિલ્મે ‘શોલે’ જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

સંતોષી માતા ફિલ્મમાં સંતોષી માતાનો અભિનય કરનાર અભિનેત્રી અનિતા ગુહાની આજે (૨૦ જૂન)ના રોજ પુણ્યતિથિ છે. એક સમયની મિસ કલકતા કોન્ટેસ્ટ જીતનારી બંગાળી બ્યુટી અનિતાને નાનપણથી જ મેકઅપનો શોખ હતો. શાળામાં પણ તે ટેલ્કમ પાવડર અને લિપસ્ટિક લગાડીને જતી, જેના કારણે ઘણીવાર તેને શિક્ષકોનો ઠપકો પણ ખાવો પડતો. ત્રણ-ચાર વર્ષની ઉંમરે અરીસા સામે જોઈ માતાના મેકઅપનો સામાન લઈ જેવો આવડે એવો મેકઅપ કરનારી અનિતા ૧૫ વર્ષની વયે મુંબઈ પહોંચી અને અનિતાએ માત્ર 15 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે બંગાળી ફિલ્મ ‘બાંશેર કેલા’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ ૧૯૫૫માં તેઓ હિન્દી ફિલ્મ ‘તાંગેવાલી’ જોવા મળ્યા. આ ફિલ્મ મોટા પરદા પર ખાસ તો ન ચાલી પણ અનિતા ગુહાની કારકિર્દી ચાલી ગઈ. ૧૯૫૭માં ‘देख कबीरा रोया’,  ‘शारदा’ , ‘गुंज उठी शहनाइ’ ફિલ્મ રિલીઝ થઇ. છેલ્લી ફિલ્મે અનિતાને પ્રાઈમ સ્લોટમાં મુકી દીધી.

ફિલ્મ રિલીઝ થતા જ કલાકારોની કિસ્મત બદલાઈ ગઈ

વર્ષ 1961માં આવેલી ‘संपूर्ण रामायण’માં અનિતા ગુહાએ સીતાજીનો રોલ કર્યો અને બાજી પલટાઈ. એ રોલમાં એ એટલી છવાઈ ગઈ કે, પ્રેક્ષકો તેમને મા સીતાના જ રોલમાં જોવાં માંગતા હતા, તેથી નિર્માતાઓ પણ સીતાના રોલની ઢગલાબંધ ઓફરો અનીતા ગુહા (Anita Guha) ને કરવા લાગ્યા.

Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન
Anita Guha: ‘બંગાળની બ્યુટી’ જેની ફિલ્મે ‘શોલે’ જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

1975માં તેમની એક ફિલ્મએ તેમને એ સ્ટારડમ અપાવ્યું જે અન્ય કોઈ ફિલ્મ ના ફિલ્મો ના આપવી શકી, ફિલ્મ ‘जय संतोषी माता’ ફિલ્મે તેમને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધી. આ ફિલ્મમાં કામ કરતા પહેલા અનિતા ગુહાએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે તે માત્ર 15-20 મિનિટના રોલથી તે આખા દેશમાં છવાઈ જશે.

Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન
Anita Guha: ‘બંગાળની બ્યુટી’ જેની ફિલ્મે ‘શોલે’ જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

લોકો ટ્રેક્ટરો,  બળદગાડાઓ અને જે વાહન મળે એમાં ખડકાઈને ફિલ્મ જોવાં આવતા સાથે પ્રસાદ પણ લાવતા, બુટ-ચંપલ થિયેટરની બહાર ઉતારતા, એમાં પણ જયારે સંતોષી માતાની આરતી શરૂ થાય ત્યારે સ્ત્રીઓ ભાવાવેશમાં રડી પડતી વન્સમોરની બૂમો સામે ફિલ્મ અટકાવી દેવી પડતી.. ખાસ વાત તો એ છે કે લોકો આરતીની સાથે-સાથે શ્રીફળ પણ વધેરવા માટે લઈને આવતા હતા. જેની પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો પરંતુ લોકોની લાગણીને વશ થઈને થીયેટર માલિકોએ આ પ્રતિબંધ હટાવી દીધો.

લોકો તેમનાં મુંબઈના ઘરે જઈ તેમના દર્શન માટે લાઈનો લગાવતા, અનીતા ગુહા જયારે બહાર આવે ત્યારે માથા પર હાથ મુકી આશીર્વાદ આપવા લોકો વિનંતિ કરતા. પછી તો નિર્માતાની વિનંતીથી તેઓ કેટલાંક થિયટરોમાં સંતોષી માતાનાં ગેટઅપમાં હાજર પણ રહેતા.  

મારાં મૃતદેહને મેકઅપ કર્યા પછી જ અગ્નિદાહ આપવો: Anita Guha

અનીતા ગુહાના અંગત જીવન વિશે વાત કરીએ તો ફિલ્મમાં સંતોષી માતાનો રોલ કરનાર અનિતા ગુહાનું અંગત જીવન દુ:ખથી ભરેલું હતું. એક સમયે પોતાની સુંદરતા માટે પ્રખ્યાત થયેલી અનિતા પાંડુરોગની બીમારીથી પીડિત હતી. જેના કારણે તેનું ઘરની બહાર જવાનું ઓછું હતું. આ ડાઘાઓ છુપાવવા માટે તે ઘણો મેકઅપ કરતા હતા. પતિ માણિક દત્તના અકાળ અવસાન પછી, ખૂબ જ ગુમનામ જીવન જીવ્યા અને 20 જૂન, 2007માં તેમેણ આ દુનિયાને અલવિદા કહી દીધી.

Anita Guha: 'બંગાળની બ્યુટી' જેની ફિલ્મે 'શોલે' જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન
Anita Guha: ‘બંગાળની બ્યુટી’ જેની ફિલ્મે ‘શોલે’ જેવી ફિલ્મને પણ આપી ટક્કર, થિયેટરની બહાર લગાવી દીધી હતી લાઈન

અનિતાને લ્યુકોડર્મા રોગની અસર થઈ હતી, જેણે તેના આખા શરીરમાં સફેદ ડાઘ ઉપસી આવ્યા હતા. અનીતા આ સફેદ ડાઘાઓથી એટલી આહત થઈ ગઈ હતી કે મૃત્યુ અગાઉ તેણે પોતાની ઇચ્છા જાહેર કરી હતી. તેમને કહ્યું હતું કે, જ્યારે તેના અંતિમ સંસ્કાર કરવાના હોય ત્યારે તેનો મેકઅપ પહેલા કરજો જેથી કોઈ તેના દાગ જોઈ ન શકે.

(સૌજન્ય : ડૉ. વિજયભાઈ દવે)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો