Anil Goel :  શેરબજારનો કિંગ ! 5 લાખથી કરી હતી શરૂઆત આજે 2200 કરોડનું સામ્રાજ્ય   

0
173
Anil Goel
Anil Goel

Anil Goel : તમે શેરબજારનું નામ સાંભળો એટલે  તમને 2 નામ ચોક્કસથી યાદ આવે એક હર્ષદ મહેતા અને રાકેશ ઝુનઝુનવાલા, શેરબજારની ખાણમાંથી અબજોનું સામ્રાજ્ય ઉભું કરનાર આ બે હસ્તીઓની સાથે હવે વધુ એક નામ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે, જેનું નામ છે સુપર ઇન્વેસ્ટર અનીલ કુમાર ગોયલ.  (Anil Goel)  અનીલ કુમાર ગોયલે આજથી ૩૦ વર્ષ પહેલા માત્ર 5 લાખ રૂપિયા સાથે શેરબજારમાં પગ મુક્યો હતો આજે તેઓ 2200 કરોડ થી વધુના માલિક છે. કોણ છે અનીલ ગોયલ અને કેવી રીતે આવડું મોટું સામ્રાજ્ય ઉભું કર્યુ . જોઈએ આજના અહેવાલમાં  

anil GOYAL

શેરબજારમાં આજે જે રોકાણકારોનાં મોટા નામ છે તેમાનું એક છે અનિલ કુમાર ગોયલ (Anil Goel). સ્ટીલનો વેપાર કરનારા પરિવારથી સંબંધ ધરાવતા અનિલ કુમારે 41 વર્ષની ઉંમરમાં શેરબજારમાં પોતાનો પગ મૂક્યો હતો. પાંચ લાખ રૂપિયાનાં રોકાણથી શરૂઆત કરનારા ગોયલ પાસે આજે 2200 કરોડ રૂપિયા ભેગા થઈ ગયાં છે. દુનિયા તેમને વેલ્યૂ ઈનવેસ્ટર માને છે. શેરબજારની ભાષામાં તેમને શુગર સ્ટોક્સ ગુરુ માનવામાં આવે છે.

કોણ છે અનિલ ગોયલ? –  Who is Anil Goel?


અનિલ કુમાર ગોયલે 16 વર્ષની ઉંમરમાં પોતાના દાદા પાસેથી સ્ટીલનો માલ ખરીદ-વેંચાણ કરવાનું શીખ્યું હતું. શરૂઆતમાં સ્ટીલનો વેપાર કર્યો બાદમાં શેરબજારમાં પગ મૂક્યો. તેઓ હાલ 71 વર્ષનાં છે અને તેમનું નામ ચેન્નઈ ઈનવેસ્ટમેંટ ક્લબમાં સામેલ છે. આ ક્લબમાં ગોવિંદ પારિખ અને ડોલી ખન્ના જેવા ફેમસ રોકાણકારો સામેલ છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી અનિલ ગોયનાં પોર્ટફોલિયોમાં આવા સ્ટોક્સની સંખ્યા 37થી વધારે હતી જેમાં તેમની હિસ્સેદારી 1% થી વધારે છે. હાલમાં તેની કિંમત 2117 કરોડ રૂપિયા છે.

anil KUMAR

Anil Goelની કમાણીનો મહામંત્ર


અનિલ ગોયલ કિંમતને મહત્વ આપે છે. તેમનું માનવું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ઓછી કિંમતે ખરીદો છો તો તેમાં રિસ્ક નથી હોતો. તમને માત્ર ધૈર્ય રાખવાની જરૂર હોય છે. તમે પૈસા લગાડી દ્યો અને રાહ જુઓ. પરિસ્થિતિ ક્યારેકને ક્યારેક તો જરૂર બદલાશે. જેના કારણે તમને મોટી કમાણી મળશે. આ સિદ્ધાંતનાં આધારે તેમણે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે એ શેરોને પ્રાથમિકતા પી જે રેગ્યુલર ડિવિડેંટ્સની સાથે નિરંતર ડિવિડેંટ ગ્રોથ આપે છે. તેમના અનુસાર ડિવિડેંટ દેનારી કંપનીઓ ફંડામેંટલી સ્ટ્રોંગ હોય છે.

Anil Goel : મોંઘા શેર વેંચી સસ્તા શેર ખરીદ્યાં


અનિલ ગોયલ કોઈપણ સેક્ટરની અનેક કંપનીઓની તુલના કરીને કોઈ એક કંપનીમાં પૈસા રોકે છે. જ્યારે કોઈ સ્ટોક વધુ મજબૂત થઈ જાય છે ત્યારે તે એને વેંચી દે છે ભલે તે દરમિયાન માર્કેટમાં તેજી હોય. મોંઘો શેર વેંચીને એ પૈસા સસ્તા શેરમાં ઈનવેસ્ટ કરે છે. જેમાં નફો વધારે થવાની શક્યતા દેખાતી હોય.

Capture 29

રિસર્ચ કરવું ખુબ જરૂરી : Anil Goel


અનિલ ગોયલનું માનવું છે કે પૈસા લગાડવાથી પહેલા જાતે ખુબ રિસર્ચ કરવું જોઈએ. તેઓ ખુદ રિપોર્ટસ વાંચે છે-એક્સપર્ટને મળીને વિચાર-વિમર્શ કરે છે. અને તેઓ સામાન્યરીતે એ જ શેયર્સમાં પૈસા લગાડે છે જેના વિશે તેઓ ખૂબ જાણે છે.  તેમણે કહ્યું કે જ્યાં સુધી તમને શેરબજારની પૂરતી જાણકારી નથી ત્યાં સુધી ખુબ થોડા પૈસા લગાડવા જોઈએ. જ્યારે નોલેજ, અનુભવ અને આત્મવિશ્વાસ વધે ત્યારે રિસ્ક લેવો જોઈએ.

તમે આ પણ વાંચી શકો છો

31st december :  અમદાવાદમાં 31st party નું શાનદાર આયોજન. આવી પાર્ટી ક્યાંય નહિ જોઈ હોય.