પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓમાં રોષ

0
65

સુરતમાં આવેલ  જહાંગીરપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓ દ્વારા ખાલી પાણીના બેડા અને ડોલ લઈને વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ત્યાં રહેતા સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 15 થી 20 દિવસથી પીવાના પાણીની તકલીફ પડી રહી છે અને પીવાનું પાણી માટે બહારથી ટેન્કર દ્વારા પાણી મંગાવવુ પડી રહ્યું છે.જેના પગલે સ્થાનિક લોકોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જૂઓ વીઆર લાઈવ સાથેજ અમારી ચેનલને યુ ટ્યુબ પર નિહાળી શકો છો