આંધ્ર પ્રદેશ : લોકો પાયલટે કરી એક ભૂલ , ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ આંક વધ્યો

1
72
આંધ્ર પ્રદેશ : લોકો પાયલટે કરી એક ભૂલ
આંધ્ર પ્રદેશ : લોકો પાયલટે કરી એક ભૂલ

આંધ્ર પ્રદેશ ખાતે વિજય નગરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુ આંક વધીને 14 પર પહોંચ્યો છે. રેલ્વે મંત્રીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા , ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વોલ્ટેર ડીવીઝનલ રેલ્વે મેનેજર સૌરભ પ્રસાદે જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશ વિજયનગરમાં વિશાખાપટ્ટનમ – પલાસા રૂટની ટ્રેન અને વિશાખાપટ્ટનમ- રાયગઢ ટ્રેન એક જ ટ્રેક પર હતી . સૌરભ પ્રસાદે કહ્યું કે બંને ટ્રેનમાં આર્મર સીસ્ટમ હાજર ન હતી. ઇકો – કોસ્ટ રેલવેના સી.પી.આર.ઓ. બિસ્વજીત સાહુએ રાહત અને બચાવ કાર્ય કામગીરી પીરન થઇ ગઈ છે. હવે ટ્રેક શરુ કરવા પર ધ્યાન આપવામાં અવિરહ્યું છે. તેમને જણાવ્યું કે બંને ટ્રેન જયારે એક જ ટ્રેક પર હતી ત્યારે લોકો પાયલટ ભૂલથી રેડ સિગ્નલ પાર કરી લીધું હતું. જેણે કારણે બંને ટ્રેન ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે બચાવ કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હવે ટ્રેક પર રેલની આવન જાવન પર કામ શરુ કરવામાં આવશે . આપને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશ વિજયનગર માં અકસ્માતને કારણે અત્યાર સુધીમાં કુલ 18 ટ્રેનો રદ કરવામાં આવી છે. અને 22 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. અમે 4 વાગ્યા સુધી અસરગ્રસ્ત રૂટ પર ટ્રેનોનું સંચાલન ફરી શરુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ડિવિઝનલ રેલ્વે મેનેજર સૌરભ પ્રસાદે જણાવ્યું કે ભારે મશીનો અને ક્રેન્સ બોલાવવામાં આવી છે. રાજ્ય સરકાર અને અગ્નિશમન વિભાગના સંકલનમાં આ કામગીરી કરવામાં આવી હતી. રેલ્વે મંત્રીએ માર્યા ગયેલા લોકોના પરીવાત્જાનો અને ઘાયલોને મદદની જાહેરાત પણ કરી છે. આ દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હીના રેલ ભવનના વોર રૂમમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરીને ચર્ચા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડી સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વાત કરી હતી.

આપને જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમ – પલાસા ( Visakhapatnam – Palasa Train,) ટ્રેનને થયેલા અકસ્માતમાં ત્રણ કોચને નુકસાન થયું હતું. અને બચાવ કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવી હતી. વડાપ્રધાન કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી. અને અલામંદા અને કંટકપલ્લે સેક્શન વચ્ચેની દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન અકસ્માતને લઈને તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. અધિકારીઓ સાથે સંકલ કરીને અસરગ્રસ્ત લોકોને સહાય અને બચાવ કાર્ય કરવામાં આવતા લોકોને સારવાર આપવામાં આવી છે.

1 COMMENT

Comments are closed.