અમુલ ડેરી બોર્ડની ચૂંટણીના પરિણામો #amuldairy #bjp #congress #election #amulderi – ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના નિયામક મંડળની કુલ 12 બ્લોક બેઠકો અને 1 વ્યક્તિગત બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી, અને પરિણામો જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી જાહેર થતા જ 15 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી.


અમુલ ડેરી બોર્ડની ચૂંટણીના પરિણામો જાહેર
ભાજપે તમામ 12 બ્લોક બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે સામે કોંગ્રેસે ‘વિશ્વાસ પેનલ’ બનાવીને મેદાનમાં ઝંપલાવ્યું હતું. ચૂંટણી પહેલા જ 4 બેઠકો, જેમાં ઠાસરા, વીરપુર, મહેમદાવાદ અને બાલાસિનોરનો સમાવેશ થાય છે, તે બિનહરીફ થતાં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો હતો. બાકીની 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક માટે આજે મતગણતરી હાથ ધરાઈ હતી.


જેમાં આણંદ, ખંભાત, પેટલાદ, માતર, નડિયાદ, કઠલાલ અને વ્યક્તિગત બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો નજીવા મતે જીત્યા હતા. આમ, અમુલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13માંથી 11 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે અને આ મોટી સંસ્થા પર સત્તા હાંસલ કરી છે.
ભાજપનો ભવ્ય વિજય
ભાજપે 13માંથી 11 બેઠકો જીતી
કોંગ્રેસને કારમી હાર સ્વીકારવી પડી
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ
Amul ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન