અમરેલીનાં વડિયાના સદગુરુ નગર વિસ્તારના લોકોએ PGVCL કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. #pgvclamreli #summer #electricity #amreli #pgvcl છેલ્લા ૨૪ કલાકથી વિસ્તારની બે થી ત્રણ શેરીઓમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતાં લોકોનું ટોળું ટેમ્પો ભરીને વડિયાની PGVCL કચેરી ખાતે પહોંચ્યું હતું.

PGVCL કચેરી ખાતે મોટી સંખ્યામાં નાયબ ઇજનેરને કરી ઉગ્ર રજુઆત
અને નાયબ ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા એક મહિનામાં બે થી ત્રણ વખત તેમને ૨૪ કલાક સુધી લાઈટ વગર રહેવાની ફરજ પડી છે. વારંવાર ટ્રાન્સફોર્મર બળી જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાળઝાળ ગરમીમાં નાના બાળકો અને લોકોને કેમ લાઈટ વગર રહેવું
કાળઝાળ ગરમી અને ઉકળાટમાં નાના બાળકો અને વૃદ્ધોને લાઈટ વગર રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી.

અમરેલી : વડિયાના સદગુરુ નગરના લોકોનો PGVCL કચેરી પર મોરચો PGVCL કચેરી ખાતે હોબાળો
છેલ્લા એક મહિનામાં બે-ત્રણ વખત 24 કલાક લાઈટ ગુલ થતાં રોષ
અવારનવાર ટ્રાંસફોર્મર બળી જતા સ્થાનિકોને પડે છે હાલાકી
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે