અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ પત્ર લખી રત્નકલાકારોની હાલત તરફ દ્રષ્ટિ દોરવાનો પ્રયાસ કર્યો છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અનેક રત્નકલાકારો રોજગારી ગુમાવી ચૂક્યા છે, તો કેટલાંક પરિવારોએ આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. અતુલ કાનાણીના પત્રમાં મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે કે રત્નકલાકારો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે.
તેમજ, રત્નકલાકાર બોર્ડ જેવી સ્વાયત્ત સંસ્થાની રચના કરીને આવી પરિસ્થિતિમાં રત્નકલાકારોને સહારો મળે તે માટેની યોજના અમલમાં મૂકવામાં આવે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે હાલના સમયમાં રત્નકલાકારો આર્થિક સંકડામણમાં મુકાયા છે, અને સરકારથી હકારાત્મક પગલાંની અપેક્ષા છે.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સીએમને લખ્યો પત્ર
હીરા ઉદ્યોગમા મંદીને લઇ લખ્યો પત્ર
રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા કરી અપિલ
રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી બહાર કાઢવા અપિલ કરી
હકારાત્મક નિર્ણય લેવા પત્ર દ્રારા રજુઆત કરી

Table of Contents
Surat Diamond City ના વર્કર ની દુર્દશા | હીરાને કોની લાગી નજર ? PowerPlay1852 Surat Diamond Industry