અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગ દ્વારા એક દિવસ માટે લોક દરબાર નું આયોજન કરાયું. શહેરના 48 વોર્ડની સાતેય ઝોનલ કચેરી પર લોક દરબાર નું આયોજન કરાયું.અહીં પ્રોપર્ટી ટેક્સ ની અંદર નામ સુધારણા, સરનામું બદલવા અને સુધારણા, આકરણી કરવી, ટેક્સ બિલ અલગ કરવા,જેવી નાની મોટી રોજબરોજની અરજીઓનો નિકાલ એક જ દિવસમાં તેમજ એક જ સ્થળેથી થાય તે માટે લોકદરબારનું આયોજન કરાયું હતું.પશ્ચિમ ઝોનની ઉસ્માનપુરા કચેરીએ પ્રોપર્ટી ટેક્સ અંગેની અરજીઓના નિકાલ કરવા માટે લોક દરબાર નું આયોજન કરાયું હતું.જેમાંડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ તેમજ સ્થાનિક કોર્પોરેટર સહિત રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ તેમજ ટેક્સ વિભાગના અધિકારીઓ હાજર રહીને લોકોની અરજીઓનો નિકાલ સ્થળ પર જ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી.