AMBALAL PATEL : રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરઉનાળે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
AMBALAL PATEL : અંબાલાલ પટેલની આગાહી પર પણ નજર કરી લઈએ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
AMBALAL PATEL : આંધી વંટોળ સાથે વરસાદની આગાહી
AMBALAL PATEL : આ સાથે અંબાલાલ પટેલે રાજ્યમાં આંધી સાથે વંટોળની પણ આગાહી કરી છે, અંબાલાલ પટેલના કહેવા મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
AMBALAL PATEL : તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો