1 જૂલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે.ત્યારે અમરનાથ યાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસ હેડક્વાર્ટર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અધિકારીઓ યાત્રાના 62 દિવસના સમયગાળા દરમિયાન તૈનાત રહેશે. SP સંજય રાણાને છડી મુબાકર યાત્રાના પ્રભારી બનાવાયા છે. 20મી જૂન સુધીમાં આ અધિકારીઓને પોતપોતાની જગ્યાએ તૈનાત કરી દેવામાં આવશે. યાત્રાના 62 દિવસના સમયગાળા દરમિયાન એક હજારથી વધુ વધારાના જવાનોને તૈનાત કરવામાં આવશે.
આગામી શ્રી અમરનાથ યાત્રા માટે અલગ-અલગ સ્થળોએ તૈનાત થનાર પોલીસ અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર બંનેમાં ADGPની અધ્યક્ષતામાં એકંદરે કામ થશે. જ્યારે અધિકારીઓને બાલતાલ અને પહેલગામ સહિત અન્ય સ્થળોએ ઈન્ચાર્જ તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. 100થી વધુ અધિકારીઓને અલગ-અલગ જગ્યાએ મુકવામાં આવ્યા છે. માહિતી અનુસાર, SSP કૌશલ કુમાર પહેલગામ અને સંજીવ ખજુરિયાને બાલતાલની યાત્રાના પોલીસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમરનાથ યાત્રા માટે ઘોડાઓની નોંધણી શરૂ
ગાંદરબલ જિલ્લાના પર્યટન સ્થળ સોનમર્ગમાં મંગળવારથી ઘોડાઓની નોંધણી શરૂ કરવામાં આવી છે. આ ઘોડાઓ અમરનાથ યાત્રા દરમિયાન પવિત્ર ગુફામાં જાય છે. રજીસ્ટ્રેશન દરમિયાન પશુપાલન વિભાગના તબીબો ઘોડાઓના આરોગ્યની પણ ચકાસણી કરી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને ઘોડા માલિકોના ઘરે જઈને રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. ઘોડાના માલિકોએ જણાવ્યું કે ઘોડાના કાન પર એક બેન્ડ પહેરવામાં આવે છે, જેના પર વીમા નંબર લખેલો હોય છે. દરમિયાન પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સત્તાવાર રીતે વીમા નંબર આપવામાં આવે છે. આ સંખ્યા ઘોડાના કાન પર ચોંટેલી છે. ડોકટરો ઘોડાઓની સ્વાસ્થય તપાસી રહ્યા છે
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ