ALIA BHATT SAREE : રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા આલિયાએ પહેરી આ અનોખી સાડી, બનતા લાગ્યા હતા 100 કલાક

0
172
ALIA BHATT SAREE
ALIA BHATT SAREE

ALIA BHATT SAREE : ‘રામાયણ’ થીમ સાડી બનતા​​​​​​​ 100 કલાક લાગ્યા,ડિઝાઈનરે પાલવ પર ‘રામાયણ’ના દ્રશ્યો હાથથી દોર્યા હતા

22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઘણા નિમંત્રિત મહાનુભાવો સામેલ થયા. ત્યારે આ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સ પર પણ સૌની નજર રહી હતી. વિક્કી કૌશલ હોય કે કેટરિના, આયુષ્માન, રણબીર, આલિયાથી લઈ સાઉથના એક્ટર્સ ચિરંજીવી, રજનીકાંત પણ આ સમારોહમાં ટ્રેડિશનલ લુકમાં હાજર રહ્યા હતા. તમામે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શનનો લ્હાવો લીધો હતો. 

આ દરમિયાન આલિયા ભટ્ટે બ્લુ કલરની મૈસુર સિલ્ક સાડી પહેરી હતી અને સાથે શોલ કેરી કરી હતી. જો કે, હવે આ સાડીની ખાસિયત સામે આવી છે. આ સાડી હવે ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. આ બ્લુ કલરની મૈસુર સિલ્ક સાડી પર પટ્ટચિત્ર શૈલીમાં ભગવાન રામના વનગમનથી લઈ પાછા અયોધ્યા આગમન સુધી વાર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે

100 કલાકમાં તૈયાર થઈ ALIA BHATT SAREE

22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આલિયા બ્લૂ કલરની સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. પતિ રણબીર સાથે આલિયા વહેલી સવારે અયોધ્યા જવા રવાના થઈ હતી અને તમામ સેલેબ્સ સાથે મોડી સાંજે પરત ફર્યા હતા. ત્યારે હવે આલિયાએ પહેરેલી સાડીની વિગતો શેર કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે આ સાડીને બનતા 100 કલાકનો સમય લાગ્યો હતો. તેના પાલવ પર રામાયણની ઘટનાઓ હાથથી દોરવામાં આવી છે. મંગળવારે, આલિયાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સાડીમાં કેટલીક મિરર સેલ્ફી શેર કરી હતી, આ તસવીર શેર કરતા આલિયા એ લખ્યું હતું, રામાયણ મહાકાવ્યને સુંદર રીતે દર્શાવતી આ પટ્ટચિત્ર સાડીને બનાવવામાં 100 કલાક લાગ્યા હતા.

હેન્ડ પેઈન્ટેડ પાલવ

IMG 0153

આલિયા સિવાય આ સાડીની સંપુર્ણ વિગતો સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિસ્ટ અમી પટેલે શેર કરી છે. તેણે લખ્યું છે, આલિયા ભટ્ટની સાડી (Alia Bhatt saree) માધુર્યા ક્રિએશન દ્વારા બનાવવામાં આવી છે. તેના પાલવ પર પરંપરાગત પટ્ટચિત્ર શૈલીમાં કલાકારો શશી બલા અને સુજીત બેહેરાએ રામાયણની મહત્વપૂર્ણ ઘટનાઓને હાથથી દોરી છે. તેને પૂર્ણ કરવામાં 100 કલાકનો સમય લાગ્યો હતો. 

શું છે પટ્ટચિત્ર કલા

આ કલા ખાસ ઓડિશાની છે. કાપડ પર કરેલી ચિત્રકળાને પટ્ટચિત્ર કહેવામાં આવે છે.   તેની મુખ્ય થીમ છે જગન્નાથજી, રાધા-કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રા, દશાવતાર, કવિ જયદેવના ‘ગીત ગોવિંદ’નાં પ્રસંગો અને વિવિધ દેવી-દેવતાઓનાં રૂપ ચિત્રો, સાથે જ મહાકાવ્યો રામાયણ મહાભારત, ભાગવત્ પુરાણ આદિનું પણ આ શૈલીમાં ચિત્રણ કરવામાં આવે છે 

કઈ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું

IMG 0151

શિવ ધનુષ તોડવું

રઘુકુલ નીતિઃ રાજા દશરથના વચન

હોડીમાં કેવટ સાથેનું પ્રસંગ

સ્વર્ણ મૃગ

લક્ષ્મણ રેખા ઓળંગવી

માતા સીતાનું અપહરણ

રામ સેતુનું નિર્માણ

અશોક વાટિકામાં માતા સીતાને વીંટી અર્પણ કરતા હનુમાન

શ્રી રામ પટ્ટાભિષેકમ

બોલિવૂડના સેલેબ્સ થયા સામેલ

IMG 0155

આ ઐતિહાસિક સમારોહમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ અયોધ્યા પહોંચ્યા હતા. આલિયા અને રણબિર સિવાય વિકી કૌશલ, કેટરિના કૈફ, કંગના રણૌત, આયુષ્માન ખુરાના, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, રામ ચરણ, રજીનકાંત સહિત ડાયરેક્ટર રાજુ હિરાની, રોહિત શેટ્ટી. સિંગર્સ શંકર મહાદેવન, સોનુ નિગમ હાજર રહ્યા હતા.   

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો