Alaska Airlines : માત્ર વિચારો તમે કારમાં બેઠા હોય અને દરવાજો ખૂલી જાય તો શું થાય ? તમે ગભરાઈ જાઓ અને કદાચ હળબાટમાં અકસ્માત પણ કરી બેસો. પણ વિચારો તમે વિમાનમાં બેઠા હોય ને છેક 16000 ફૂટની ઉંચાઈ પર હોઉં અને વિમાનનો દરવાજો ખુલી જાય તો ??? અહીં તો દરવાજો ખુલવાને બદલે આખે આખો ઊડી ગયો હોવાની ઘટના બની છે. અલાસ્કા એરલાઇન્સનો દરવાજો ટેકઓફ થયાની થોડી જ મીનીટો બાદ હવામાં જ ઉડી ગયો.

Alaska Airlines : શનિવારે અમેરિકામાં એક ખૂબ જ મોટી વિમાન દુર્ઘટના થઈ હતી, જેને સાંભળીને તમારું પણ હૃદય ચોંકી જશે. અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટની એક બારી અને પ્લેનનો એક ભાગ હવામાં ઉડી ગયો હતો. એ પણ 16000 ફૂટની ઉંચાઈ પર.. જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જોકે સદભાગ્યે પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી. ઘટના બની ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર 1282માં આ ઘટના બની હતી.
Alaska Airlines : વિમાનમાં સવાર મુસાફરે બનાવ્યો વિડીયો
Alaska Airlines : પ્લેનમાં સવાર એક મુસાફરે પ્લેનની અંદરનો વીડિયો સ્થાનિક મીડિયા આઉટલેટને મોકલ્યો હતો, જેમાં પેસેન્જર સીટોની બાજુમાં ગેપિંગ હોલ દેખાય રહ્યો છે. જો કે, હાલ એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે નહીં. બીજી તરફ અલાસ્કા એરલાઈન્સે કહ્યું કે, તે આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે.

Alaska Airlines : ઘટનામાં સામેલ બોઇંગ 737 મેક્સ 1 ઓક્ટોબર, 2023 ના રોજ અલાસ્કા એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. અને 11 નવેમ્બર, 2023 ના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી તેણે માત્ર 145 ફ્લાઈટ્સ ચલાવી છે. આ ફ્લાઈટમાં લગભગ 171 યાત્રી હતા જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો
Vaibhav Suryavanshi : સચિન કરતા પણ નાની ઉમરે આ ખેલાડીએ કર્યું ક્રિકેટમાં ડેબ્યુ