HomeDeshદેશમાં કોરોના કેસોમાં ચિંતા જનક વધારો- 40 ના મોતથી આરોગ્ય વિભાગ સક્રીય

દેશમાં કોરોના કેસોમાં ચિંતા જનક વધારો- 40 ના મોતથી આરોગ્ય વિભાગ સક્રીય

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨૫૯૧ કેસ નોંધવામાં આવ્યા છે. જે છેલ્લા આઠ મહિનાના સૌથી વધારે કેસ છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૬૫,૨૮૬ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૦નાં મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૧,૨૩૦ થઇ ગયો છે. જેમાં કેરળમાં નોંધવામાં આવેલા અગાઉના ૧૧ મોત પણ સામેલ છે.દૈનિક પોઝિટીવ રેટ ૫.૪૬ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૫.૩૨ નોંધવામાં આવ્યો છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૨,૬૧,૪૭૬ થઇ ગઇ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments