એક દેશ- એક ચૂંટણી પર અખિલેશ યાદવનો કટાક્ષ

0
215
એક દેશ- એક ચૂંટણી પર અખિલેશ યાદવનો કટાક્ષ
એક દેશ- એક ચૂંટણી પર અખિલેશ યાદવનો કટાક્ષ

એક દેશ- એક ચૂંટણી પર અખિલેશ યાદવનો કટાક્ષ

‘સૌથી પહેલા UPમાં એકસાથે ચૂંટણી કરાવો’ : અખિલેશ યાદવ

કેન્દ્ર સરકારે એક વિશેષ સત્ર બોલાવ્યુ છે જે પાંચ દિવસ ચાલશે

એક દેશ- એક ચૂંટણી પર અખિલેશ યાદવે કટાક્ષ કર્યો છે. કેન્દ્ર સરકાર સંસદમાં વન નેશન વન ઈલેક્શન બિલ લાવી શકે.આ બિલ માટે કેન્દ્ર સરકારે કમિટીની પણ રચ્ના કરી લીધી છે.ત્યારે આ અંગે કમિટીની પણ રચના કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી અમિત શાહ. અધીરંજન ચૌધરી પણ આ કમિટિમાં શામેલ છે.ત્યારે આ અંગે અખિલેશ યાદવે ટ્વિટ કરીને કટાક્ષ કર્યો છે.  

એક ચૂંટણીની ચર્ચાએ જોર પક્ડયું છે અને કેન્દ્ર સરકારે આ માટે એક કમિટીની રચના પણ કરી છે જેના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિમણુક કરી છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે આ સત્ર 18મી સપ્ટેમ્બરથી 22મી તારીખ સુધી યોજાશે. આ પાંચ દિવસ ચાલનાર વિશેષ સત્રમાં સરકાર એક દેશ એક ચૂંટણી બિલ લાવી શકે છે ત્યારે હવે આને લઈને અખિલેશ યાદવે કટાક્ષ કર્યો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક દેશ એક ચૂંટણીને લઈને શરુ થયેલી કવાયતને લઈને એક કટાક્ષ કરતા કહ્યું હતું કે આ પ્રયોગ સૌથી પહેલા યૂપીમાં કરવો જોઈએ. સરકાર સૌથી વધુ લોકસભા અને વિધાનસભા સીંટો વાળા ઉત્તર પ્રદેશમાં એક સાથે ચૂંટણી કરીને જોઈ લે. આનાથી ચૂંટણી આયોગની ક્ષમતા અને જનમતનું પરિણામ સામે આવી જશે. આ સાથે જ ભાજપને પણ ખબર પડી જશે કે જનતાનો ભાજપ સામે આક્રોશ કેવો છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ