Air India : એર ઇન્ડિયાના 70% વિમાનોમાં ટેકનિકલ ખામીઓ! સરકારના આંકડાઓએ ઉડ્ડયન સુરક્ષા પર ઊભા કર્યા સવાલ

0
89
Air India
Air India

Air India : દેશની સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયા ફરી એકવાર ટેકનિકલ ખામીઓના કારણે ચર્ચામાં આવી છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા ચોંકાવનારા આંકડાઓ અનુસાર, એર ઇન્ડિયાના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી નોંધાઈ છે. એટલે કે, એર ઇન્ડિયાના લગભગ 70 ટકા વિમાનો ટેકનિકલ રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2025થી 3 ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ટેકનિકલ ખામીઓ નોંધાઈ છે. જેમાં તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ખામીઓ એર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે.

Air India : 405 વિમાનોની તપાસ, એર ઇન્ડિયા સૌથી આગળ

Air India

સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, વારંવાર થતી ખામીઓના સંદર્ભમાં ઈન્ડિગોના 405 વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 148 વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી.

મંત્રીના લેખિત જવાબ મુજબ વિવિધ એરલાઇન્સની સ્થિતિ નીચે મુજબ છે:

  • એર ઇન્ડિયા: તપાસ કરાયેલા 166 વિમાનોમાંથી 137 વિમાનોમાં ખામી
  • એર ઇન્ડિયા એક્સપ્રેસ: 101 વિમાનોમાંથી 54 વિમાનોમાં ગરબડ
  • સ્પાઈસ જેટ: 43 વિમાનોમાંથી 16 વિમાનોમાં વારંવાર ખામી
  • અકાસા એર: તપાસ કરાયેલા 32 વિમાનોમાંથી 14 વિમાનોમાં ખામી

Air India : DGCAની કડક નજર, હજારો નિરીક્ષણો

આ સમયગાળા દરમિયાન એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કુલ 3,890 સર્વેલન્સ નિરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. DGCA અચાનક તપાસ અને નિયમિત રેગ્યુલેટરી ઓડિટ દ્વારા એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો પર નજર રાખે છે.

Air India : છેલ્લા વર્ષોમાં ઘટી છે ઘટનાઓ

મંત્રી મોહોલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં કુલ 421 ટેકનિકલ ખામીના કેસ નોંધાયા હતા, જે તેના અગાઉના વર્ષ 2023માં નોંધાયેલા 448 કેસોથી ઓછા છે. જ્યારે ગયા વર્ષે માત્ર 353 ઘટનાઓ સામે આવી હતી.

Air India

નિયમોનું ઉલ્લંઘન થાય તો કાર્યવાહી

DGCA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ઓડિટ દરમિયાન ખામીઓ સામે આવે, તો એરલાઇન્સને તરત સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવે છે. નિયમોનું ઉલ્લંઘન થવા પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. તમામ એરલાઇન્સ માટે નાની-મોટી દરેક ઘટનાની જાણ DGCAને કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.

આંકડાઓને જોતા મુસાફરોની સુરક્ષા અને ઉડ્ડયન વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો :Korean Culture: કોરિયન કલ્ચરમાં એવું શું ખાસ, જેના બાળકો પણ દીવાના? 3 બહેનોએ કર્યું સુસાઈડ