શાળામાં શિક્ષકોના મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ

1
486
શાળામાં શિક્ષકોના મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ
શાળામાં શિક્ષકોના મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ

અમદાવાદની સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો માટે મોટો  નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી એ પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે. . આ પરિપત્રમાં જણાવ્યું છેકે  શિક્ષકોએ શાળામાં આવ્યા બાદ તરતજ  મોબાઈલ ફોન આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલ ફોનનો વપરાશ કરતા ઝડપાશે તો દંડ ફટકારવામાં આવશે.

શિક્ષણ

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત એમ.ચૌધરી દ્વારા  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,અમદાવાદ શહેરથી જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે  શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન અંગત કામ માટે મોબાઇલ ઉપયોગ ન કરવા બાબત. સંદર્ભ:-ગુજરાત સ૨કા૨ શિક્ષણ વિભાગનાં ઠરાવક્રમાંક:પરચ/૧૨૨૦૧૦/૧૮૫૪/૫,૨, તા.૨૮/૦૩/૨૦૧૦ પ્રમાણે લખવામાં આવ્યું છેકે સમાજમાં વર્તન-પરિવર્તન લાવવાનું કામ શિક્ષણ સંસ્થાઓનું છે. શિક્ષકો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરના નિર્માતા છે. શિક્ષકના વર્તન- વ્યવહાર, વાતચીત, પહેરવેશની શાળામાં આવતા વિદ્યાર્થીઓના માનસપટ પર અસર પડે છે.

વિદ્યાર્થીઓ સાંપ્રત પરિરિતિ સાથે કા મિલાવી શકે તે માટે શિક્ષકો દ્વારા મોબાઇલ અને ડીજીટલ મીડિયાના ઉપયોગથી શિક્ષણકાર્ય કરાવવામાં આવે તે પણ અપેક્ષિત અને જરૂરી છે, પરંતુ દિન-પ્રતિદિન મોબાઇલ ફોનનો ઉપયોગ શિક્ષકો દ્વારા બાજરૂરી ચેટસ અને સોશિયલ મિડીયામાં હરીફાઈ શૈક્ષણિકકાર્ય દર્શમયાન ન થાય એ ઇચ્છનીય છે. ચાલુ શિક્ષણકાર્ય દર્શમયાન શિક્ષકો દ્વારા અંગત કાર્ય માટે મોબાઈલ ફોનનો ઉપયોગ શાળા રામય દરમિયાન થાય તો રીર્માણક કાર્યો માઠી અસર થાય છે. સંદર્ભ મુજબના ઠરાવ અન્વયે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ શૈક્ષણિક ટેકનોલોજીના ભાગ તરીકે ઉપયોગ કરવાં સિવાય બિનજરૂરી ઉપયોગ ન કરે તે માટે સૂચિત કરવામાં આવે છે. માત્ર શાળાના આચાર્ય પારો જ મોબાઇલ રાખવાના રહેશે. આચાર્ય તાસ લેતા હોય ત્યારે તેઓએ પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનો રહેશે નહી. વધુમાં ખાસ જણાવવાનું કે આચાર્ય મોબાઇલ શૈક્ષણિક કલાક દમિયાન કસ્ટડીમાં/સાયલન્ટ રાખે તે વધારે ઉચિત જણાય છે.તેમજ જરૂ૨ પડે શૈક્ષણિક કાર્ય તેમજ વહીવટી કાર્યમાં ઉપયોગ થાય તે માટે વિવેક બુદ્ધિ પ્રમાણે જ નિયમોનુસા૨ તમામ શાળાઓમાં અચૂક પાલન કરવા જણાવવામાં આવે છે.  આપને જણાવી દઈએ કે મોબાઈલ ફોનના વધુ પડતા વપરાશથી શૈક્ષણિક કાર્ય ઉપરાંત બાળકો પર માનસિક અસર પહોંચી હોય છે અને બાળકો પણ શિક્ષક વપરાશ કરે તો આપને પણ મોબાઈલ ફોન શાળામાં ઉપયોગ કરીએ રિવ્ય વિચારતા થઇ જતા હોય છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.