AHMEDABAD SCHOOL : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.

AHMEDABAD SCHOOL : શાળાઓને ધમકી ભર્યા ઈ-મેઈલ પાકિસ્તાનથી કરાયા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાતમાં મતદાનના એક દિવસ પૂર્વે જ એટલે કે 6 મેના અમદાવાદ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે પાકિસ્તાનથી આ ઈ-મેઈલ કોણે કર્યો, આ ધમકી પાછળનો હેતુ શું હતો તે દિશામાં તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.

AHMEDABAD SCHOOL : નોંધનીય છે કે અમદાવાદની અલગ અલગ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. ધમકી ભર્યા મેઈલના કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીએ કર્યો હતો. તપાસમાં ક્રાઈમબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.
AHMEDABAD SCHOOL : પોલીસે અફવાઓથી દૂર રહેવા લોકોને કરી અપીલ

AHMEDABAD SCHOOL BOMB : અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના કેસને લઇને પોલીસે મોટાભાગની તપાસ પૂર્ણ થઇ હતી. પોલીસ તપાસમા સ્કૂલોમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. આ અફવા સાબિત થઇ હતી. અફવા ફેલાવવા બદલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ તરફથી અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દૂર રહેવુ, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો