સાબરમતી સેન્ટ્રલ જેલનું સર્વેલન્સ હવે ડ્રોનથી થશે
જેલની ફરતે દીવાલ પર ર૦૦થી વધુ હાઇ ડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવાશે
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોબાઇલ ફોનના ઉપયોગને લઇ ઘણા વિવાદોમાં છે. જેલમાં આ પ્રકારની ઘટના ન બને અને સિક્યુરીટી વધુ મજબૂત બને તે માટે તંત્ર એક્શન મોડ પર છે. સાબરમતી સેન્ટ્રલ જેલનું સર્વેલન્સ હવે ડ્રોનથી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, જ્યારે જેલ ફરતે આવેલી દીવાલ પર ર૦૦થી વધુ હાઇ ડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવાશે. આ ઉપરાંત, જેલ બહાર થતી તમામ ગતિવિધીઓ ઉપર પણ હવે નજર રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં માર્યા ગયેલા માફિયા અતિક અહેમદે સાબતમતી જેલમાં કરેલા મોજ-શોખ બાદ તંત્ર સાવધ થઇ ગયું છે. જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.