ડ્રોમાં ઘનશ્યામ પટેલનું નામ ખૂલ્યું
રથયાત્રામાં મામેરાને લઇ યજમાન ડ્રો યોજાયો
આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળશે. આ વર્ષની રથયાત્રામાં ભગવાન જગન્નાથજીનું મામેરું કોણ કરશે, તે અંગે યજમાન ડ્રો યોજાયો હતો. મામેરાના ડ્રોમાં નવ લોકો જોડાયા હતા, જેમાંથી અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં વસવાટ કરતા ઘનશ્યામ પટેલ નામના વ્યક્તિનું નામ ડ્રોમાં ખુલ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે, ઘનશ્યામ પટેલ છેલ્લા દસ વર્ષથી ભગવાનને મામરું કરવા માટે સતત રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષની રથયાત્રા માટે કુલ 9 યજમાનોના નામ વચ્ચે ડ્રો કરવામાં આવ્યો હતો. ભગવાનના મામેરાને લઈને યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.