Ahmedabad news : અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ડ્રેનેજ સંબંધિત ફરિયાદોના આધારે શહેરના કુલ 26 વિસ્તારોને હાઈ રિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે.

Ahmedabad news : AMC દ્વારા સૂચનો
AMC દ્વારા ઝોન મુજબ પાણી પુરવઠા, ડ્રેનેજ, આરોગ્ય અને સફાઈ વિભાગોને અલગ-અલગ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. તમામ વિભાગોને સંકલિત રીતે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે, જેથી રોગચાળો વધુ ફેલાય તે પહેલા નિયંત્રણમાં લાવી શકાય. ખાસ કરીને ડ્રેનેજ લીકેજ, ગંદા પાણીનો ભરાવો અને પીવાના પાણીની શુદ્ધતા પર સતત નજર રાખવા જણાવાયું છે.

Ahmedabad news : તંત્ર દ્વારા આગોતરા અને કડક પગલાં
AMCના આંકડાઓ મુજબ, ગત વર્ષ દરમિયાન અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના 13 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરભરમાં ખાદ્ય એકમો પર પણ નિયમિત અને કડક તપાસ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે, જેથી દૂષિત ખોરાકથી થનારા રોગો અટકાવી શકાય.
AMCએ નાગરિકોને અપીલ કરી છે કે ડ્રેનેજ, ગંદા પાણી અથવા પીવાના પાણી સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરે. સમયસર મળતી માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરી રોગચાળો કાબૂમાં રાખી શકાય તેમ AMCએ જણાવ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો.
Tech News:‘રેડમી નોટ 15’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ: 108MP કેમેરા




