Ahmedabad news :દારૂ ભરેલી આઈસર પલટી, બોટલો લેવા લોકોની પડાપડી; સાણંદમાં અકસ્માત બાદ પોલીસ દોડતી થઈ

0
147
Ahmedabad
Ahmedabad

Ahmedabad news :નવા વર્ષ (31 ડિસેમ્બર) પહેલા અમદાવાદ જિલ્લામાં દારૂની હેરફેરના બનાવો વધી રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સાણંદ નજીક મુનિઆશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી જતા રસ્તા પર દારૂની બોટલો ચોતરફ ફેલાઈ ગઈ હતી, જેને લઈ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

Ahmedabadnews

આઈસર પલટી ખાઈ જતા જ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. કેટલાક લોકોએ તો રસ્તા પર પડેલી દારૂની બોટલો ઉઠાવીને લઈ જવાની કોશિશ પણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું.

Ahmedabad news :પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો

સ્થાનિક લોકોની મદદથી પોલીસે રસ્તા પર પડેલો દારૂનો જથ્થો એકત્ર કરી ટેમ્પોમાં ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ દારૂનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રકનો ડ્રાઈવર અકસ્માત બાદ ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

દારૂ ક્યાં લઈ જવાતો હતો તેની તપાસ

પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો. ડ્રાઈવરની ધરપકડ બાદ સમગ્ર નેટવર્કનો ખુલાસો થવાની શક્યતા છે. પ્રાથમિક તપાસમાં ટ્રક પુરઝડપે ચાલી રહી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Ahmedabadnews

Ahmedabad news :અકસ્માત બાદ બોટલો લઈ ભાગ્યા લોકો

ટ્રક પલટી જતા કેટલાક લોકોએ દારૂની બોટલો ચોરીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે CCTV ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે આવા લોકોની ઓળખ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

Ahmedabad news :હાઈવે દારૂ હેરફેરનો ‘સિલ્ક રૂટ’ બન્યા?

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે થયેલા અકસ્માતમાં દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો. તે ઘટનામાં પુરઝડપે દારૂ લઈ જઈ રહેલી ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો હતો, જેમાં થાર ચાલક સહિત બે લોકોના મોત થયા હતા અને કારમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે અમદાવાદના હાઈવે દારૂની હેરફેર માટે સરળ માર્ગ બની ગયા છે. નવા વર્ષ પહેલા દારૂની રેલમછેલને લઈ પોલીસ તંત્ર માટે મોટો પડકાર ઉભો થયો છે.

પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ ઝડપી કરી છે અને દારૂની હેરફેર પાછળના મોટા નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ પણ વાંચો :Surat RFO Sonal Solanki Death: સુરતના મહિલા RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત, પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું