દિલ્હીની જેમ અમદાવાદ પણ બની રહ્યું છે ગેસ ચેમ્બર, શહેરે ઓઢી પ્રદૂષણની ચાદર

0
198
અમદાવાદમાં વધ્યું પ્રદૂષણ
અમદાવાદમાં વધ્યું પ્રદૂષણ

Ahmedabad city’s AQI : એક તરફ દિવાળીનો તહેવાર આવતાં જ ફટાકડા ફોડવાના પ્રમાણમાં વધારો થયો છે, જેમાં શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ગંભીર સ્થિતિ તરફ વધી રહી છે. તેમજ અમદાવાદનું સરેરાશ AQI – 179 પર પહોંચ્યું છે. આ દરમિયાન વટવામાં પ્રદુષણનું લેવલ સૌથી ખરાબ સ્થતિએ પહોંચ્યું છે. જેમાં AQI – 317 અતિ ગંભીર સ્થિતિએ પહોંચ્યું છે.

શહેર આખું જાણે પ્રદૂષણથી ઘેરાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 51 ટકા વધારા સાથે 132 થી વધીને 19 9એ પહોંચી ગયો છે. શહેરની હવાની સરેરાશ સ્થિતિ ‘ખરાબ’ ના માપદંડમાં આવી ગઈ છે. જેમાં મણિનગરમાં AQI 243 છે, લેખવાડા AQI 278 એ પહોંચ્યું છે.

  • AQI ના ચાર તબક્કા : 

એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના વિવિધ તબક્કા

પ્રથમ તબક્કો : AQI  201-300 =  નબળો

બીજો તબક્કો : AQI 301-400 = ખૂબ જ નબળો

ત્રીજો તબક્કો : AQI 401-450 = ગંભીર

ચોથો તબક્કો : AQI 450 = ગંભીર કરતાં વધુ

AQI between

0-50 is “good”

51-100 “satisfactory”

101-200 “moderate”

201-300 “poor”

301-400 “very poor”

401-500 “severe”

An AQI above 500 falls in the “severe plus” category.

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું, 166 AQI નોંધાયો, રખિયાલ અને નવરંગપુરામાં હવા ઝેરી બની

રખિયાલ, નવરંગપુરા અને પિરાણામાં હવાનું પ્રદૂષણ અન્ય વિસ્તારો કરતા વધુ ચિંતાજનક છે, નવરંગપુરામાં 249 એર ક્વોલિટી એન્ડેક્સની આસપાસ નોંધાયો છે. જ્યારે રખિયાલ પણ અત્યંત પ્રદૂષિત વિસ્તારની લીસ્ટમાં સામેલ થયું છે, અહીંની એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI ) 313 નોંધાયો છે. અમદાવાદનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 166 નોંધાયો છે.

2 13

  • વાયુ પ્રદૂષણ વચ્ચે મોર્નિંગ વોક માટે રાખો કાળજી :

મોર્નિંગ વોક માટે જતા પહેલા, તમારા વિસ્તાર અને તેની આસપાસની હવાની ગુણવત્તા ઇન્ડેક્સ કોઈ એપ દ્વારા જાતે તપાસો અને ત્યાર બાદ વોક પર જાવ. આવી એપ કે વેબસાઈટ ઇન્ટરનેટ પર ઘણી વેબસાઇટ્સ અને એપ્સ પર ઉપલબ્ધ છે. આનાથી તમે સરળતાથી જાણી શકો છો કે આસપાસની હવાની ગુણવત્તા શું છે. જો AQI ખૂબ જ નબળી હોય અથવા ગંભીર સ્થિતિમાં હોય, તો તે દિવસે સવારે ન ચાલવા જવું વધુ યોગ્ય રહેશે.

જો તમે મોર્નિંગ વોક વિના ચેન પડતો નથી, તો તમે તમારા સમયને થોડો વહેલો શકો છો. જેમ કે તમે દિવસ દરમિયાન મોર્નિંગ વોક કરી શકો છો. દિવસ દરમિયાન હવાની ગુણવત્તા સવાર કરતાં થોડી સારી બને છે. તમે દિવસ દરમિયાન થોડો સમય માસ્ક પહેરીને ચાલી શકો છો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલા જ પ્રદૂષણ તેજ ગતીએ વધી રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી તો હવા શ્વાસમાં લેવાને લાયક પણ રહી નથી. એક બાજુ શહેરના પૂર્વ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ધમધતી ફેક્ટરીઓના કેમિકલ્સ-ધુમાડા અને હવે ફટાકડાના ધુમાડાના કારણે વાતાવરણ પ્રદૂષિત બની ગયું છે.