AHMEDABAD CONGRESS : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પર નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે, દિલ્હીમાં થયેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન પર અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા.
AHMEDABAD CONGRESS : કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. તેઓએ એકબીજા પર પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેંકી હતી. પોલીસ સાથે પણ કાર્યકરોની ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
AHMEDABAD CONGRESS : પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી.
અમદાવાદમાં આશ્રમ રોડ પર જ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની હાજરીમાં જ ધમાલ થતાં કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
AHMEDABAD CONGRESS : શું કહ્યું ભાજપે ?
AHMEDABAD CONGRESS : અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સાંજે ભાજપ યુવા મોરચાના નેતા અને કાર્યકર્તા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે શાંતિપૂર્વક વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય ગયા હતા. અમારી પાસે માત્ર સ્લોગન બોર્ડ જ હતા. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરો, દારૂની બોટલો અને એસીડની બોટલો ફેંકવામાં આવી હતી. જેના કારણે અમારા પાંચ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે. જેને સારવાર અર્થે હાલમાં એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા વિરુદ્ધ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરોયુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરોગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરોરોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો