Ahmedabad airport:મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી; અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, એક મુસાફર કસ્ટડીમાં

0
98
Ahmedabad airport
Ahmedabad airport

Ahmedabad airport:મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઇટમાં મંગળવારે સાંજે હાઈ-અલર્ટ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે એક મુસાફરે ક્રૂ મેમ્બરને કહ્યું કે તેની પાસે બોમ્બ છે અને થોડા સમયમાં બ્લાસ્ટ થશે. આ સંદેશા મળતા જ ક્રૂએ તાત્કાલિક કોકપિટને જાણ કરી અને ફ્લાઇટને નજીકના સલામત એરપોર્ટ—અમદાવાદ એરપોર્ટ—તરફ ડાઈવર્ટ કરી.

Ahmedabad airport

Ahmedabad airport :ઇમરજન્સી લેન્ડિંગ પછી પેસેન્જરોને સુરક્ષિત બહાર કાઢાયા

ફ્લાઇટ અમદાવાદમાં સુરક્ષિત રીતે ઉતાર્યા બાદ તમામ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. CISF અને એરપોર્ટ સુરક્ષા દળોએ ફ્લાઇટને કોર્ડન કરી સંપૂર્ણ તપાસ શરૂ કરી.

Ahmedabad airport :શંકાસ્પદ મુસાફરની અટકાયત

Ahmedabad airport

ઝોન 4 DCP અતુલ બંસલે કહ્યું કે ક્રૂ દ્વારા જણાવવામાં આવેલ શંકાસ્પદ મુસાફરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે અને તેના નિવેદન પાછળની હકીકત જાણવા તપાસ તેજ કરવામાં આવી છે.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન

બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એરપોર્ટ સુરક્ષા ટીમોએ વિમાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ફ્લાઇટની તમામ સીટો, લગેજ કમ્પાર્ટમેન્ટ અને કેબિન વિસ્તારનું માઈક્રો-ચેક્ઇંગ કરવામાં આવી રહ્યું છે.

પરિસ્થિતિ નિયંત્રણમાં

એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હાલ સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી, પરંતુ અધિકારીઓ સંપૂર્ણ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું છે.

મુસાફરો સુરક્ષિત

એરપોર્ટ અધિકારીઓ અનુસાર ફ્લાઇટમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને તમામને સુરક્ષિત રીતે ટર્મિનલ પર લાવવામાં આવ્યા છે.

વધુ સમાચાર જોવામાટે અહી ક્લિક કરો

India and Russia:1971થી 2025 સુધી: રશિયા ભારતનો અડગ વ્યૂહાત્મક સાથી, પુતિનની મુલાકાત એ સંબંધને નવી ઊંચાઈ આપશે