ભારત પછી ચીને કર્યાં કેનેડા પર પ્રહાર

0
225
ભારત પછી ચીને કર્યાં કેનેડા પર પ્રહાર
ભારત પછી ચીને કર્યાં કેનેડા પર પ્રહાર

ભારત પછી ચીને કર્યાં કેનેડા પર પ્રહાર

કેનેડાએ ચીન પર લગાવ્યો સાઈબર હુમલાનો આરોપ

કેનેડાની ટ્રુડો સરકાર જુઠ્ઠું બોલવામાં નંબર 1 : ચીન

તમારા આરોપ સંબંધ બગાડશે : ચીન

ભારત પછી ચીને કેનેડા પર પ્રહાર કર્યાં છે.ભારત સામે આધારવિહોણાં આરોપો લગાવ્યા બાદ કેનેડાએ હવે ચીન સામે મોટા આરોપો મૂક્યા હતા. જોકે તેના પછી બંને દેશો વચ્ચે વિવાદ વકર્યો. કેનેડા કહે છે કે ચીન દ્વારા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની કેબિનેટના સાથીઓ પર સાઈબર હુમલા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ચીને હવે આ મામલે કેનેડા સરકારે સામે આકરા પ્રહારો કર્યા છે. ચીને કેનેડિયન સરકાર  સામે નિશાન તાકતાં કહ્યું કે કેનેડાની ટ્રુડો સરકાર પુરાવા વિના જ જુઠ્ઠું બોલવામાં નંબર 1 છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ટ્રુડો સરકારના આ જુઠ્ઠાંણાને લીધે બંને દેશોના સંબંધો બગડી શકે છે.  

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સામે શું મજબૂરી છે? શું કેનેડા કોઈના દબાણમાં કઠોર નિવેદનો આપી રહ્યું છે કે પછી માત્ર સ્થાનિક રાજકારણની મજબૂરીથી તેને આવું કરવાની ફરજ પડી છે? ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારત સાથેના સંબંધો બગાડ્યા છે. હવે ચીન સાથે પણ તેની કડવાશ વધી રહી છે. ચીને કેનેડાને ચેતવણી આપી છે કે નિવેદનોમાં સંયમ રાખવાનું વધુ સારું રહેશે. કેનેડાએ તાજેતરમાં ચીન વિશે જે રીતે જૂઠાણું ફેલાવ્યું છે તે બંને દેશો વચ્ચેના સંબંધો  બગડશે     

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ