મુમતપુરા બ્રિજ નિર્માણમાં પણ નિમ્ન કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો ખૂલાસો
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ બાદ હવે વધુ એક બ્રિજને લઇ મામલો ગરમાયો છે. સાઉથ બોપલ નજીક આવેલો મુમતપુરા બ્રિજ નિર્માણમાં પણ બેદરકારીનો રીપોર્ટ સામે આવ્યો છે. આ બ્રિજમાં પણ નિમ્ન કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો ખૂલાસો થયો છે. આ બેદરકારી બદલ બ્રિજના કોન્ટ્રકર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ મામલે ૧૪ પાનાનો રીપોર્ટ તપાસ સમિતિએ સરકારને મોકલ્યો છે. આ બ્રિજ નિર્માણમાં વપરાયેલ નિમ્ન કક્ષાના કપચી, રેતી અને સિમેન્ટના કારણે જ બ્રિજનો સ્લેબ તૂટ્યો છે. આ બેદરકારી બદલ જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે? આ સવાલ હવે સૌ કોઈ કરી રહ્યા છે.