ADANI : અંબાણીને પછાળી અદાણી બન્યા એશિયાના સૌથી મોટા ધનિક

0
244
ADANI
ADANI

ADANI  : 2024નુ વર્ષ ગૌતમ અદાણી માટે શુભ નીવડે તેવુ લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટમાંથી અદાણીને હિંડનબર્ગ કેસમાં મોટી રાહત આપી હતી. ત્યાર બાદ અદાણી જૂથના શેરના ભાવ રોકેટની ઝડપે વધી રહ્યાં છે. જેના પગલે, અદાણીની સંપતિમાં વધારો થવા પામ્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ, વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે.

ADANI
ADANI

ADANI : વિશ્વમાં ધનિકોની યાદીમાં 12 નંબરે પહોંચ્યા અદાણી  

અદાણી ગ્રૂપની કંપનીઓના ચેરપર્સન ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ ધકેલીને ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. શેર્સમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીએ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 12માં પોતાનું સ્થાન મેળવ્યું છે, જ્યારે અંબાણી એક સ્થાન નીચે 13માં સ્થાને છે.

ADANI

ADANI : ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે 13 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 1.08 લાખ કરોડ વધીને 97.6 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 8.12 લાખ કરોડ સુધી પહોંચી છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે 665 મિલિયન એટલે કે લગભગ 5 હજાર કરોડ રૂપિયા વધીને 97 બિલિયન ડોલર એટલે કે લગભગ 8.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ADANI

અમદાવાદના ADANI ગ્રુપનું નેતૃત્વ ગૌતમ અદાણી પાસે છે. આ જૂથ દેશમાં સૌથી મોટું ખાનગી બંદર ધરાવે છે અને વૈશ્વિક કોલસાના વેપારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ હાલમાં $97 બિલિયન છે.

તમે આ પણ વાંચી શકો છો

melodi : શું સાચે વડાપ્રધાન મોદીના બીચ ફોટો બાદ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ બીચ વાળો ફોટો શેર કર્યો ? શું છે હકીકત