મહીસાગરમાં અદલરી માતાનો ધોધ જીવંત થયો

1
100
મહીસાગરમાં અદલરી માતાનો ધોધ જીવંત થયો
મહીસાગરમાં અદલરી માતાનો ધોધ જીવંત થયો

મહીસાગર જીલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા મહીસાગરના પર્વતીય પ્રદેશમાં આવેલા ધોધ અને ઝરણા વહેતા થયા છે. ત્યારે મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના વાવ કુવા નજીક આવેલો પ્રખ્યાત અલદરી માતાનો ધોધ જીવંત થતાજ પ્રકૃતિ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ધોધ ગુજરાતવાસીઓ સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના સહેલાણીઓ પણ આ જાણીતા ધોધને માણવા અને જંગલમાં ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે અલદારી માતાનો ધોધ આસ્થાનું કેન્દ્ર પણ છે. અહી જંગલોમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. રાજ્યના જગલ અને પર્વતીય પ્રદેશમાં અનેક ઝરણા અને ધોધ વહેતા થયા છે. જયારે જંગલમાં વહેતા ધોધ અને ઝરણા વહેતા થાય છે ત્યારે તેમની નીકળતો ધ્વની અલગજ ઉર્જા ઉત્પન્ન કરે છે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. મહીસાગર જીલ્લામાં કડાણા ડેમ ખાતે ઉપરવાસ સહિત જીલ્લામાં વરસાદ થતાજ નવા નીરની આવક થઇ છે

અલદરી માતાનો ધોધ જીવંત થતાજ પ્રકૃતિ પ્રેમીઓમાં ઉત્સાહ

ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થતાજ ગુજરાતના પ્રસિદ્ધ ઈડરીયા ગઢના ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઈડરના પહાડોમાં ભારે વરસાદ બાદ વહેતા ઝરણા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. દર વર્ષે ચોમાસામાં ઈડરીયા ગઢ પર પ્રકૃતિ સોળે કળાએ ખિલે છે. સહેલાણીઓ ઈડરીયા ગઢના ઝરણામાં નહાવાની સાથે જ પ્રકૃતિની સુંદર યાદ કેમેરામાં કેદ કરતા જોવા મળ્યાં. હિંમતનગરના હુંજ વિસ્તારમાં પણ પહાડો પર વરસાદને પગલે ઝરણાં વહેવા લાગ્યા છે. હુંજ ગામ નજીકના ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સુંદર દ્રશ્યો સર્જે છે. ચોમાસામાં સુણસર અને હુંજ ધોધ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિનો નજારો માણવા પહોંચે છે.

સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ગીર જંગલ વિસ્તારમાં જંગલોમાં અનેક ધોધ અને ઝરણા વહેતા થયા છે ત્યારે અમરેલીમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ  જોવા મળી રહ્યા છે . રાજ્યની નદીઓનો ત્રિવેણી સંગમ થતો જોવા મળ્યો છે. જંગલમાં ઝરણાઓ વહેતા થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને વન્ય જીવો પણ પ્રસન્ન થઈને પ્રકૃતિની સાથે કિલ્લોલ કરી રહ્યા છે.

આ ઉપરાંત અરવલ્લી ગીરીમાળાઓમાં પણ અંબાજીથી લઈને ડાંગ જીલ્લામાં પ્રકૃતિ ખીલી ઉઠી છે ત્યારે ગીરધોધ જીવંત થતાજ પ્રવાસીઓ આહવા સહિતના સ્થળો પર ઉમટી પડ્યા છે. સાપુતારા, વઘઈઅને આહવા ગુજરાત તેમજ મહારાષ્ટ્રના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

1 COMMENT

Comments are closed.