એસ પી રીંગ રોડ પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીની ધરપકડ

0
165
એસ પી રીંગ રોડ પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીની ધરપકડ
એસ પી રીંગ રોડ પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરના ફરતે આવેલા એસ પી રીંગ રોડ પર વાહન વ્યહવાર અને ટ્રાફિક વચ્ચે તાજ હોટલ થી ભાડજ સર્કલ તરફ જતા શિલાજ બ્રીજ ચડતા જાહેર રોડ પર અકસ્માત કરનાર કાર ચાલકને અકસ્માત સમયે ઉપયોગ થયો હતો તે કાર સાથે પકડીને ગુનો નોંધીને એમ ડીવીઝન ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે.  બનાવની વિગતો મુજબ ફરિયાદી રાકેશ સોલંકી કે જેઓ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેઠાણ ધરાવે છે , ફરિયાદ મુજબ તેમના નાના જેમનું નામ જયેશ સોલંકી તાજ હોટલથી રીંગ રોડ પર ભાડજ સર્કલ તરફ શિલજ બ્રીજ પાસે પોતાના યામાહા દ્વિચક્રી વાહન તેનો નોંધાયેલો નંબર GJ1 SQ 7831 પર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાની કાર જે ગ્રે કલરની છે ગ્રાન્ડ આઈ 10 જેનો નંબર ધરાવે છે જે  યામાહા ચાલક જયેશ સોલંકી પર પાછળથી  પુરપાટ સ્પીડમાં ટક્કર મારતા  માથાના ભાગે તેમજ અન્ય શરીરના ભાગો પર ગંભીર ઈજાઓ થઇ હતી. અને સ્થળ પરજ કરુણ મોંત નીપજ્યું હતું.

એસ પી રીંગ રોડ પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીની ધરપકડ

અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદ શહેરમાં વધુ એક વખત ચકચારી હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. આ ગ્રે રંગની ગ્રાન્ડ આઇટેન કાર દ્વારા ટુ વ્હીલર ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ગુન્હામાં નોધાયેલી વિગતો મુજબ કારના ચાલક દ્વારા ગફલત ભરી અને બેજવાબદારી પૂર્વક કાર ચલાવીને બાઈકના પાછળના ભાગે ટક્કર મારતા મૃતક જયેશ સોલંકી ગંભીર રીતે રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા  તપાસ કરી કાર માલિક તરીકે નંદકિશોર બંગાલીસિંઘ પરમાર ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. કારમાં અન્યચાલકો હતા કે કેમ તે અંગે એમ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિક પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પશ્ચિમ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક અ વિભાગ અમદાવાદ શહેરની સુચનાથી તથા સીધા માર્ગ દર્શન હેઠળ એમ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ જી કટારીયા તથા અન્ય પોલીસ સ્ટાફના સાથે રહીને ગુન્હા વાળી જગ્યાએ તાત્કાલિક પહોંચીને અકસ્માત કરનાર વાહન ચાલકને તેના બોપલના રહેઠાણ સેફોની એપાર્ટમેન્ટ ખાતેથી પકડીને પંચનામું કાર્ય બાદ અટકાયત કરી છે. તથા કારનો કબજો લીધો હતો. અને સમગ્ર ટીમે સરાહનીય કામગીરી કરી હતી.  પોલીસે  ઈપીકો કલમ ૨૭૯, ૩૦૪અ , ૩૩૭, અને ૪૨૭, તથા એમ વી એક્ટ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે