ACB Trap in Gandhinagar:રાજ્યના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. સરગાસણ વિસ્તારમાં ગોઠવવામાં આવેલા એક સફળ છટકામાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (State IB) ના સિનિયર ઓફિસર કેતન ગીરીશભાઇ દવેને ₹80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
ACB Trap in Gandhinagar: શા માટે માગી હતી લાંચ?
આ કેસની વિગત મુજબ, ફરિયાદી (જેઓ એક રાજકીય અગ્રણી છે) પાસે અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન હતું. આ પ્રોટેક્શનની મુદત વધારવા (Renew) માટે તેમણે અરજી કરી હતી. સાણંદ સેન્ટર ખાતે ફરજ બજાવતા સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવેએ આ અરજી પર સકારાત્મક (Positive) અભિપ્રાય આપવાના બદલામાં ₹80,000ની માગણી કરી હતી.
ACB Trap in Gandhinagar: સરગાસણ ચોકડી પાસે ફિલ્મી ઢબે ટ્રેપ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
- સ્થળ: સરગાસણ ચોકડી પાસે આવેલા ‘સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ’ સામેનો રોડ.
- બનાવ: ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા ત્યારે આરોપી કેતન દવે ત્યાં પહોંચ્યો હતો. ગાડીની અંદર જ લાંચની રકમ સ્વીકારતા જ વોચમાં રહેલી એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો.
ACB Trap in Gandhinagar: કોણ છે આરોપી કેતન દવે?
આરોપી કેતન દવે વર્ષ 2010માં પોલીસ ખાતામાં PSI તરીકે જોડાયો હતો. ત્યારબાદ પ્રમોશન મેળવીને તે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બન્યો હતો. હાલમાં તે અમદાવાદ રિજિયનના સાણંદ સેન્ટર ખાતે સ્ટેટ આઈબીમાં સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકે કાર્યરત હતો.
એસીબીની કાર્યવાહી
આ સફળ ટ્રેપ ગાંધીનગર એસીબીના PI એચ.બી. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની વધુ પૂછપરછ અને અપ્રમાણસર મિલકતો અંગેની તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો :ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર, 23 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ પરિણામ




