AAP CAUGHT OFFICER CHEATING : ચંદીગઢની મેયર ચૂંટણીમાં છેતરપિંડી, કેજરીવાલે એક્સ પોસ્ટમાં ચિંતા વ્યક્ત કરી, કહ્યું- દેશની ચૂંટણી સમય તો શું કરતા હશો

0
161
AAP CAUGHT OFFICER CHEATING
AAP CAUGHT OFFICER CHEATING

AAP CAUGHT OFFICER CHEATING: ભાજપના ઉમેદવાર બન્યા મેયર, વીડિયો શેર કરી આપે લગાવ્યા છેતરપિંડીના આરોપ 

ભાજપના કાઉન્સિલર મનોજ સોનકર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર બન્યા છે. તેમણે AAP-કોંગ્રેસના I.N.D.I.A એલાયન્સના ઉમેદવાર કુલદીપ ટીટાને 4 વોટથી હરાવ્યા હતા. સિનિયર ડેપ્યુટી મેયર તરીકે કુલજીત સંધુ અને ડેપ્યુટી મેયર રાજેન્દ્ર શર્મા ચૂંટાયા છે. મેયરની ચૂંટણી માટે સાંસદો અને 35 કાઉન્સિલરોએ મતદાન કર્યું હતું.

જો કે, આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સંજીવ ઝાએ એક વીડિયો શેર કરી લખ્યું છે- ધ્યાનથી જુઓ ભાજપના પ્રેસિડિંગ ઓફિસરના હાથ…

AAP CAUGHT OFFICER CHEATING: પ્રેસિડિંગ ઓફિસર પોતે પેનથી મતદારને ગેરમાન્ય ઠરાવી રહ્યા છે…

આ રીતે ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે…

AAP CAUGHT OFFICER CHEATING

આ ચૂંટણીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. જો કે, હાઈકોર્ટે આ વિશે કોઈ આદેશ પસાર કર્યા નહોતા. આ વીડિયો જોતા હવે કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે કે કદાચ આ છેતરપિંડી થવાની હતી એટલે જ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

આ વિષે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમના ઓફિશિયલ પેજ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું- ચંડીગઢ મેયરની ચૂંટણીમાં જે રીતે બેઈમાની કરવામાં આવી છે તે અત્યંત ચિંતાજનક છે. જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા જઈ શકે છે તો દેશની ચૂંટણીમાં ગમે તે હદે જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે. (AAP CAUGHT OFFICER CHEATING)

એક અન્ય વીડિયોમાં ભાજપના ઉત્સાહિત નેતાઓ મનોજ સોનકરને ખુરશી પર બેસાડતા જોવા મળી રહ્યા છે. 

ભાજપના મનોજને 16 મત અને AAP-કોંગ્રેસના ઉમેદવારને 12 મત મળ્યા હતા, જ્યારે ગઠબંધનના 8 મતો અમાન્ય ઠર્યા. આના વિરોધમાં AAP હાઈકોર્ટમાં ગઈ છે.ચંદીગઢ મેયર ચૂંટણીની નોંધવામાં આવે એ વાત એ છે કે દેશમાં આપ અને વિપક્ષી પાર્ટીઓ અને ભાજપ વચ્ચે આ પ્રથમ સીધો મુકાબલો હતો. જે જીતવામાં ભાજપ સફળ રહી.

જુઓ કોને કેટલા વોટ મળ્યા

બીજેપીના ચંદીગઢ મેયરના ઉમેદવાર મનોજ સોનકરને કુલ 16 વોટ મળ્યા છે. તેનો અર્થ એ કે, પાર્ટીના તમામ 14 કાઉન્સિલરોની સાથે, એક સાંસદ અને એક અકાલી કાઉન્સિલરનો વોટ મળ્યો, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના મેયર ઉમેદવાર કુલદીપ કુમારને માત્ર 12 વોટ મળ્યા. તેમના 8 મત અમાન્ય જાહેર થયા હતા. જેના કારણે ભાજપના ઉમેદવાર 4 મતથી વિજયી જાહેર થયા.

AAP નેતા જનરૈલ સિંહનો આરોપ

AAP નેતા જરનૈલ સિંહે આરોપ લગાવ્યો હતો કે મતગણતરી દરમિયાન એજન્ટને નજીક ઊભા રાખવામાં નહોતા આવ્યા, જ્યારે અગાઉની ચૂંટણીઓમાં એજન્ટને મત બતાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મત શા માટે ગેરમાન્ય કરાયા તેનો ખુલાસો થવો જોઈએ. તેમના 20માંથી 8 મત કેમ નકારી કાઢવામાં આવ્યા તેનું કારણ જણાવવું જોઈએ.

ભગવંત માને કરી પત્રકાર પરિષદ

ચંદીગઢમાં યોજાયેલી મેયર ચૂંટણીના પરિણામો પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુસ્સે થયા હતા. સીએમ ભગવંત માને પંજાબ ભવનથી પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર મેયરની ચૂંટણી લૂંટવાનો આરોપ લગાવ્યો. સીએમ ભગવંત માને કહ્યું કે જો આ 26 વોટની ગણતરીમાં ગોટાળા કરી શકે છે તો 90 કરોડ વોટની ગણતરી કેવી રીતે થશે.

સીએમ ભગવંત માને કહ્યું કે ભાજપે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો અને આજે એ જ બંધારણનું અપમાન કરવામાં આવ્યું છે. ચંદીગઢની ચૂંટણીમાં લૂંટફાટ થઈ છે. સીએમ માને કહ્યું કે પ્રેસિડિંગ ઓફિસર અનિલ મસીહ વાસ્તવમાં ભાજપ લઘુમતી પાંખના વડા છે. પહેલેથી જ પ્રેસિડિંગ ઓફિસર 40 મિનિટ મોડા આવ્યા, કારણ કે તેઓ ઉપરથી આવતા નિર્દેશોનું પાલન કરી રહ્યા હતા.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો