અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલુ વાહન પર ઉભો થઈ જોખમી સ્ટંટ કરવું યુવકને પડ્યું ભારે- થયો જેલ હવાલે

0
164

અમદાવાદના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો માં જોવા મળી રહ્યું છે કે, યુવક સ્કૂટર પર જોખમી સ્ટંટ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે આ વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ કાર્યવાહી કરી છે. હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

યુવકને જોખમી સ્ટંટ કરવો ભારે પડ્યો

દરમિયાન શહેરમાં જાણે પોલીસનો ડર અને કાયદાની બીક ન હોય તેવા વર્તનો યુવાનો કરી રહ્યા છે, તો છેલ્લા કેટલાક સમયથી જોખમી સ્ટંટ કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે આજે શહેરના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં યુવક ચાલુ મોપેડ પર ઉભો થઈને હાથ ખુલ્લા રાખીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. યુવકની આ કરતુતના કારણે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે આ બાબત સામે આવતા પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરી છે અને સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી છે

તેવીજ રીતે

કચ્છનાં માંડવી બીચ પર કાર સાથે જોખમી સ્ટંટ કરનારા ત્રણ શખ્શો ઝડપાયા છે. માંડવી બીચ પર આ ત્રણેય યુવકોએ 3 કાર સાથે સ્ટંટ કર્યા હતા. જોખમી સ્ટંટ કરતા લોકોનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહિ હાથ ધરી છે.  ત્યારે લોકો વચ્ચે જોખમી રીતે સ્ટંટ કરી રહેલ શખ્શોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતા. પોલીસના હાથે ઝડપાયેલ 3 યુવારનો અંજાર અને આદિપુરમાં રહેતા હોવાનો ખુલાસો થવા પામ્યો છે. ત્યારે ધરપકડ બાદ ત્રણેય યુવકોને પોલીસે જામીન પર મુક્ત કર્યા હતા. 

બીચ પર જીપ દોડાવી સ્ટંટ શરૂ કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો
કચ્છ જીલ્લાનાં માંડવી દરિયાકિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે સહેલાણીઓ બીચ પર મજા માણી રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજીક તત્વો ત્યાં જીપ લઈ આવી પહોચ્યા હતા. અને બીચ પર પુરપાટ ઝડપે જીપ દોડાવી જોખમી સ્ટંટ શરૂ કર્યા હતા.  જેનાં કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા પોલીસે આ જોખમી સ્ટંટ કરતા લોકોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ત્રણેય  કારનાં માલિક તેમજ કાર જપ્ત કરી હતી
માંડવી બીચ પર જોખમી સ્ટંસ કરનાર કરણ મહેશ સોરઠિયા જેઓને ગાડીનો નંબર જી.જે.18 બીક્યું 5022, આદિત્ય સુરજીતસિંઘ સૈની જેનો ગાડીનો નંબર જી.જે.12 એફબી 7778 અને અંજાર તાલુકાનાં વરસમોડી ગામનો 19 વર્ષીય ઋતુરાજસિંગ વનરાજસિંહ જાડેજા જેઓનો ગાડી નં. જીજે36 એએફ 5959 ને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.