એક એવું મંદિર જ્યાં વર્ષમાં એક જ વાર થાય છે ગોવર્ધન નાથજીના દર્શન

0
237

ઠાકોરજી નું એક એવું મંદિર જેમાં વર્ષમાં એક જ વખત ગોવર્ધન નાથજીના દર્શન કરી શકાય છે. આ મંદિર કાલુપુર ટંકશાળની તોડાની પોળમાં આવેલ છે.આ મંદિર ખુબ જ ઐતિહાસિક છે. આ મંદિર 300 વર્ષ જુનું હોવાનું મનાઈ રહ્યું છે. આ મંદિર એ હેરિટેજ વારસો છે. આ મંદિરમાં વર્ષો જુના સાહિત્યો પણ નજરે પડશે.

WhatsApp Image 2023 07 22 at 1.45.14 PM
ઠાકુરજી

હવે આ મંદિરની અન્ય વિશેષતા વિષે આપણે જણાવીએ તો શ્રાવણ માસની ઠકરાણી ત્રીજના દિવસે આપ ગોવર્ધન નાથજીના દર્શન કરી શકો છો… અને જયારે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે તેમાં આપ દરરોજ ગોવર્ધન નાથજીના દર્શન કરી શકો છો.. આ મંદિરમાં ગોવર્ધન નાથજીના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. આ મંદિર જેટલું નયનરમ્ય છે. તેમ જ તેનો ઈતિહાસ જાણવાજોગ છે.

આ હવેલીમાં આવા અનેક ઐતિહાસિક સ્થાપત્ય ધરાવે છે. તે ઉપરાંત અહિયાં વર્ષો જૂનો કુવો પણ છે. આ સ્થળને હેરિટેજ સ્થળ તરીકે પણ સ્થાન મળેલું છે. જાણીએ આ મદિરની વિશેષતા વિષે….